________________
અબુદાચલ પ્રદક્ષિણા આવીને લાકડામાંથી સર્પ કાઢી બતાવે છે, ત્યાર પછી ધરણેન્દ્ર, ભગવાનને નમસ્કાર કરવા આવ્યું છે, પાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ તથા મરુભૂતિ પ્રભુ ઉપર શિલા મૂકે છે, ચાર અનુત્તર વિમાનના ભવ વગેરે ભાવો કેતરાયેલા છે.
(૩) ત્રીજી છતમાં – શ્રી શાંતિનાથ પ્રભુનું સમવસરણ છે, તેમનાં માતાપિતા વગેરે છે–બીજી બાજુએ શ્રીનેમનાથ ભગવાનનાં પંચકલ્યાણકને ભાવ કેરેલે છે.
(૪) છઠ્ઠા ખંડમાં કોઈ તીર્થકર ભ૦ નાં પંચકલ્યાણક અને તેમના જીવન સંબંધી વિશિષ્ટ ઘટનાઓને ભાવ; સાતમા ખંડમાં પણ – પંચકલ્યાણકને તથા ચાર, પાંચ હાથી, ઘોડા વગેરેને કઈ ખાસ ભાવ છે. બધાએ ઉપર નામ લખેલાં છે.
(૫) ડાબી બાજુના સાતમા ખંડમાં – આચાર્ય મહારાજ સિહાસન ઉપર બેઠેલા છે, શિષ્ય નમસ્કાર કરે છે, અને ગુરુ તેમના ઉપર હાથ મૂકે છે, વળી વચમાં બીજા આચાર્ય મહારાજ જેઓ હાથ જોડીને નમસ્કાર કરે છે તેમની સામે ઠવણી (સ્થાપનાચાર્યજી) પણ છે.
(૬) તેવી જ રીતે પહેલી છતમાં પણ ઉપર પ્રમાણેને ભાવ છે.
૧ આ ભાવેનું વર્ણન મેં સંક્ષેપમાં આપ્યું છે. કારણ કે કુંભારિયામાં વધારે સ્થિરતા થઈ શકે તેવી સગવડ નહિ હોવાથી ભાવમાં લખેલાં નામ અને તે ઉપરનું ઐતિહાસિક વિવેચન વગેરે લખી શકાયું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org