________________
આગમત યાવત્ જીવાજીવના જ્ઞાનને ધરાવનાર પણ ભગવાન જિનેશ્વરની દ્રવ્યપૂજા એ કરે તેઓ સંયમના (સર્વવિરતિના) અભિલાષી હોય.
આ અપેક્ષાએ કલિકાલસર્વજ્ઞ પૂઆ. શ્રી હેમચંદ્રસૂરિજીમહારાજ ચેખા શબ્દોમાં ફરમાવે છે કે
જે ધનઋદ્ધિ દુનિયામાં પહેલાં ન હોય તે પણ નવી મેળવી શકાય તેવી છે, શરીરથી ભિન્ન હેઈને તેની આપત્તિથી જીવને આપત્તિ ન થાય તેવી છે, વળી એકજ જન્મમાં પણ ઘણું ઘણું વખત આવવા-જવાવાળી છે, એટલે મળવા અને છુટવાવાળી છે, તેવી ધનરદ્ધિની પણ જેઓ મમતા છેડી શકે નહિ, એટલુંજ નંહિ પણ મહેદય સ્વરૂપ, સદાનંદરૂપ, શાશ્વત એવા મેક્ષિપદને મેળવી આપનારા વીતરાગ (મૂર્તિ–મંદિર), જ્ઞાન (પુસ્તક), સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા) રૂપ સાતક્ષેત્રોમાં જે વ્યય કરી શકતો નથી, અર્થાત્ સાતક્ષેત્રની ઉત્તમતાને ચરિતાર્થ કરી બતાવી શકતા નથી, પરંતુ ધનત્રયદ્ધિની મમતામાંજ ફસાયેલ રહે છે, તે મનુષ્ય ભલે રાજા હાય! મહારાજા હેય ! શેઠીઓ હોય. શાહુકાર હેય! વાસુદેવ હૈય! કે ચકવતી હોય! પરંતુ તે બિચારો ખાલી હાથે હાથ ઘસતે જનારે હેવાથી કેવલ વરાકજ છે, અને તે વરાક શરીરદ્વારા કરાતું કાનુષ્ઠાનરૂપ સર્વવિરતિરૂપ ચારિત્ર કે જે સર્વથા મમતા રહિત સ્વરૂપ છે–તે કયાંથી કરી શકે?”
“કેમકે શરીર એ એકભવમાં વધારે વખત મલવાવાળી ચીજ નથી, જીવથી દૂર રહેવાવાળી વસ્તુ નથી, અને વારંવાર આવવા જવાવાળી વસ્તુ પણ નથી, તે તેના શરીરને સમર્પણ કરવા રૂપ અર્થાત દેહની દરકારને દૂર રખાવવાવાળું ચારિત્ર તે તે બિચારે કરી શકેજ શાને?” : .
. '
'