________________
१४
આગમત જિનેના ગુરૂ પણ ત્યાગી હોય છે
જંદગીભરને માટે કંચન-કામિનીને ત્યાગ કરી, ઘરથી નીકળીને, પાંચ મહાવ્રત ઉચ્ચરી, તેનું તેઓ કાયમ પાલન કરે છે, કંચનકામિની યાને રમા-રામાની જ આ જગતમાં રામાયણ છે. કહેવત છે કે, “જર, જમીન, જેરૂ એ ત્રણ કજીયાના રૂ.
આથી એક વાત સિદ્ધ છે કે-ફ્લેશનું વાસ્તવિક નિવારણ ઈચ્છનારાઓએ કંચન-કામિનીને ત્યાગ કર્યોજ છૂટકે : એટલે કે ગૃહત્યાગ કર્યો જ છૂટકે, ઈતરમાં ગૃહસ્થાશ્રમ પણ આવશ્યક મનાય છે, જ્યારે જૈનદર્શનમાં એથી જુદું જ છે.
પિતાનાથી બાલ્યવયમાં સંયમ ન સ્વીકારાયે, માટે પશ્ચાત્તાપ કરી જેમ બને તેમ સંસારથી જલદી નીકળવાનું જિન દર્શનનું ફરમાન છે, અર્થાત બાલ્યવયથી જ ત્યાગ આચરવાને આદેશ છે.
જૈનેના ગુરૂઓ એક ફૂટી કેડી પણ પાસે રાખતા નથી, વાહનને ઉપયોગ કરતા નથી, સંયમનિર્વાહ પૂરતી ભિક્ષાના આધારે દેહદ્વારા જ્ઞાન-ધ્યાનાદિમાં નિમગ્ન રહેવા ઉપરાંત કર્મ-નિર્જરાર્થે તેઓ વિવિધ પ્રકારની તપશ્ચર્યા, ઉગ્ર-અભિગ્રહો આદિ કરે છે.
આવા મહર્ષિઓના પાત્રમાં સૂઝતા (નિર્દોષ) આહારાદિના દાનથી જેને પિતાને નિસ્તાર માને છે.
આ દાનને જૈનદર્શન સુપાત્રદાન ગણે છે, તે તેમનામાં રહેલા તીવ્ર ત્યાગને જ આભારી છે. જેને તેઓને પ્રવેશ-મહોત્સવાદિ અતિ આડંબરથી કરે છે. તેઓની બેઠક આસપાસ કિમતી જરીયાન ચંદરવાએ બાંધી ભક્તિ કરે છે, પણ તે તમામ ગુરૂના ત્યાગને આભારી છે. કેમકે જેને પિતે પણ ત્યાગના અભિલાષી છે. કહ્યું છે કે જેને જે વસ્તુની જરૂર હોય તેણે તે વસ્તુ જેની પાસે હોય તેનું સન્માન કરવા જવું જોઈએ,