________________
li
હૈયા ની ઝંકાર,
')
છે;
પૂજ્યપાદ, આગમવાચનાદાયક, આગમતવ–તલસ્પશી વ્યાખ્યાતા પક્ષાવધિ “અર્ધ પદ્માસનસ્થિતિ પૂર્વક કાયોત્સર્ગ–ધ્યાનમુદ્રાએ સમાધિપૂર્વક દેહ ત્યાગ કરનાર, બહુશ્રુત સૂરિસાર્વભૌમ પૂ. શ્રી ધ્યાનસ્થ સ્વર્ગત આગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ દીર્ઘકાલીન શ્રુતજ્ઞાનના સ્વાધ્યાયાદિબળે પરિકમિત વિશિષ્ટ-પ્રતિભા અને પશમબળે નાના–મેટા અનેક તાત્વિક આગમિક ગ્રંથની રચના હજારો કલેક પ્રમાણ કરી છે,
તેની સાથે વીતરાગપ્રભુની ભક્તિની મુખ્યતાએ સાહિત્યિક દષ્ટિએ ઉત્તમોત્તમ કક્ષાનાં અનેક ચૈત્યવંદને, સ્તવને, સ્તુતિઓ, તેત્રો આદિની વિપુલ પ્રમાણમાં રચનાઓ કરેલ છે.
તેમાંથી થોડીક વાનગી તેઓશ્રીની બહુમુખી વિદ્વત્તાને પરિચય સુજ્ઞજનતા મેળવી શકે તે શુભ આશયથી પ્રતિવર્ષ આ વિભાગમાં રજુ કરાય છે.
કદથી નાની દેખાતી આકૃતિઓમાં પણ અદ્ભુત સાહિત્યિક ઝલકની સાથે ભાવની ગંભીરતા પણ અપૂર્વ રીતે ગોઠવાયેલ છે, વિવેકી વાચકોએ યોગ્ય રીતે તેની સમજણ મેળવવા પ્રયત્ન કરે.
[સં.]