________________
પુસ્તક ૪-થું
૧૩ હરિ-હર વગેરે અન્ય દેવ શું નથી જાણતા કે જેથી તેઓએ પિતાની પૂજ્ય અવસ્થાની મૂર્તિઓ પણ પરિણીત પત્નીઓ સાથેની બનાવડાવી, ખેદની વાત છે ! ! !
कामे हते कि वनिता सहैषा क्रोधे हते किं धनुरादिशस्त्रम् । मोहे हते किं जपमालया स्याजिनो जयत्वेष जितांतरारिः ॥ ખરેખર? કામને હઠાવ્યો હોય તે સ્ત્રી પાસે શા માટે? ક્રોધને દૂર કર્યો હોય તે ધનુષ્ય આદિ હથીયારે શા માટે? મેહને હણ્યો હોય તે જપમાળાની જરૂર શી?
તેથી ખરેખર અંતરંગ રાગાદિ શત્રુઓને હણનાર શ્રી વીતરાગ પરમાત્મા જય પામ ! ! !
क्रुद्धस्य मत्तस्य शठस्य लोभिनो न चेत् सुमार्गे गमनं मतं विदाम् । देव ! तदा किं गतरागमेते श्रयन्ति नो नन्ति किमात्मने हा ! ॥
ક્રોધી, મદોન્મત્ત, માયાવી અને લેભી પ્રકૃતિવાળા સ્વયં સન્માર્ગે ચાલી શકતા નથી તે હે દેવ! તેઓ વીતરાગ અર્થાત્ સઘળા દેથી રહિત આપનું શરણ કેમ સ્વીકારતા નથી? તેઓ ખરેખર આત્મઘાત નથી કરતા શું?
संबुद्धा संसारे प्रतिपदमेते न किं समीक्षन्ते । क्रोधादीनां व्यसनान्यहो न किं यान्ति जिनमेते ? ॥
શું સમજુ ગણાતા આ બધા સંસારમાં ડગલે-પગલે ક્રોધાદિના અનર્થકારી ફળ પરિણામને જોતા નથી કે? શા માટે તેઓ વીતરાગ પ્રભુના શરણે નથી આવતા ! ! !
दीपप्रकाशेन यथा विभाते पदार्थबुन्देन विदो गणन्ति । ... तद्दीपसत्क यदि ते प्रभो गिरा कथं जगत्यर्थप्रकाशनोचता ? ॥ - આ. ૪-