________________
કે
આગમતા
ક
એ
,
કે
રાગીઓને સદાય રેવાનું હોય છે, અને ત્યાગીઓને ચરણે લક્ષ્મી આવીને સ્વયમ આળોટે છે. તેરમા તીર્થેશ શ્રી વિમલનાથ ભગવાનની સ્તવન કરતાં શ્રીમદ્ આનંદઘનજી કર્યો છે કે
ચરણ કમલ કમલા વગેરે, નિર્મલ થીર પદ દેખ, સમલ અથીર પદ પરિહરેરે, પંકજ પામર પેખ.
દેવાધિદેવ શ્રી તીર્થકરદેવની સેવામાં કરેડો દેવતાઓ કાયમ હાજર રહે છે, ડગલે ને પગલે ચાલતી વખતે દેવતાઓ સુવર્ણકમલ સ્થાપે છે, અર્થાત્ પ્રભુને જમીન પર પગ પણ મૂકવાને વખત આવવા દેતા નથી અને સસરણ રચે છે. અષ્ટ–મહાપ્રાતિહાર્ય એ પરમ તારકની સેવામાં ચોવીસે કલાક વિદ્યમાન જ હોય છે શ્રેષમાં શ્રેષ્ઠ, દિવ્ય પૌગલિક સામગ્રીની સેવાના અભાવમાં પણ શ્રી જિનેશ્વરદેવ કેવળ નિર્લેપ હોય છે, માટે જ તેઓ વીતામાં કહેવાય છે.
રાગ એ સંસારનું બીજ છે, રાગ-દ્વેષરૂપી સંસારનાં બીજ જેઓનાં બળી જાય છે–તે ઉત્તમ આત્માઓ, ત્રિક પૂજ્ય દેવત્વને પામી સિદ્ધિનાં શાશ્વત સુખને સંપાદન કરે છે.
જૈને જે મૂર્તિને પૂજે છે, તે પણ વીતરાગ સ્વરૂપેજ ! જો કે ભકિત તથા પ્રેમેલ્લાસ માટે અંગરચના રચે છે, શ્રેષ્ઠ સુગંધી તથા કિંમતી દ્રવ્યોથી પૂજા-મહાપૂજાદિ કરે છે, પણ તે તમામ મૂળ વીતરાગ સ્વરૂપને અવલંબીનેજ, તથા પિતાથી પણ દિનપ્રતિદિન ત્યાગ વધારે કેળવાય તે માટે જ કરે છે.
કેમકે ત્યાગ વિના, દ્રવ્યાદિની મૂછ ઉતર્યા વિના, એ પ્રભુની આજ્ઞામાં રક્તપણું બની શકતું નથી.
જૈનેતરોમાં પણ દેવપૂજામાં બેશક ભકિત તથા પ્રેમપૂર્વક દ્રવ્ય ત્યાગ પુષ્કલ થાય છે. (ત્યાગના સ્વીકાર વિના કોઈપણ પ્રકારના ધર્મની આરાધના કે નીતિનું રક્ષણ સંભવિત-શકય નથી) પણ ત્યાં દેવનું વીતરાગી સ્વરૂપ માનવામાં આવતું નથી, તેમજ એ