________________
પુસ્તક ૩સ્વાભાવિક છે, તેમજ તે બાળકની આઠ વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે આયુષ્ય-સ્થિતિ વિચારતાં ભગવાન શય્યભવસૂરિજીને તે બાળકનું આયુષ્ય માત્ર છ માસ બાકી છે, એમ માલુમ પડયું અને તેથી તેવી આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થએલે અને માત્ર છ મહિનાના આયુષ્યમાં સંયમ માર્ગની આરાધના કરે તે મુદ્દાએ તે દશવૈકાલિક સરખા લઘુસૂત્રની રચના કરવામાં આવી છે.
દશવૈકાલિકસૂત્રને દિગંબર પણ સર્વાર્થસિદ્ધિ વગેરે ટીકામાં અનંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે જણાવે છે, તેને પરમમાન્ય શ્રતસાગરને એક અંશ ગણે છે.
છતાં આશ્ચર્યની વાત છે કે તે દિગંબર મતવાળા આગમને વિચ્છેદ માનવાની ધૂનમાં તેવા દશવૈકાલિક સરખા નાના અનંગપ્રવિષ્ટ સૂત્રને પણ વિચ્છેદ માનવા તરફ દેરાઈ ગયા છે.
બારીકદ્રષ્ટિથી વિચારનારાઓને તે તે દિગંબરે તરફથી દશવૈકાલિકના વિચ્છેદની કહેવાતી વાત તે દશવૈકાલિસૂત્ર હજારે જગ પર હાજર હોવાથી વિશ્વસનીય ન લાગે, કારણ કે તે દિગંબરતના ધુરંધર ગણાતા આચાર્યો એક આઠ વર્ષને છેક પણ જેને છ મહિનામાં અભ્યાસ કરી લે, એ દશવૈકાલિક નામને આગમને નાને અંશ પણ સાચવી ન શક્યા–તેઓને આગમભક્તિને માટે શું કહેવું? તે વચનના વિષયની બહાર છે.
વાસ્તવિક રીતે તે સ્થૂલદ્રષ્ટિવાળા પણ દશવૈકાલિકના વિચ્છેદની વાત સાંભળીને સ્પષ્ટપણે સમજી શકે કે-લઘુવયના સાધુને થોડી મુદતમાં ભણવા લાયકનું દશવૈકાલિક નામનું શાસ્ત્ર સમર્થ આચાર્યો હોવાથી વિચ્છેદ થઈ શકે જ નહિ, પણ તે સમર્થ આચાર્યો કે તેના અનુયાયીઓને સૂત્ર ન માનવાનું હોવાથી વિચ્છેદના નામે ચડાવી
- આ. ૩-૪