Book Title: Agam Jyot 1974 Varsh 10
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 179
________________ પુસ્તક ૪-શું આ કારણથી શાસ્ત્રકાર-મહારાજાઓ તેવા શાસન અને શાસન પ્રણાલિકાથી વિરૂદ્ધ જનારા વર્ગને માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે–તેઓ મિથ્યાત્વના અભિનિવેશ કરીને અને અસદ્દબાવે એટલે શાસન અને શાસન-પ્રણાલિકાઓમાં નહિ એવા પદાર્થો અને પ્રણ લિકાઓએ કરીને અને ભરમાવતા અને કદાગ્રહમાં ખેંચતા રહે છે, તેથી તેઓ પિતાના આત્માને અને બીજા આત્માને અધમતમ સ્થિતિમાં પહોંચાડી સંસાર-સમુદ્રમાં રખડાવવાવાળા થાય છે. - આવા શાસન અને શાસન-પ્રણાલિકાથી વિરૂદ્ધ થનારા અને વિરૂદ્ધપણે વર્તનારા મનુષ્યો કેવળ શાસન અને તેની પ્રણાલિકાની વિરૂદ્ધતા રાખતા હોય છે એમ નહિ, પરંતુ તેવા શાસન અને શાસન-પ્રણાલિકાથી વિરૂદ્ધપણે વર્તનારા જ શાસનને અંગે જેમ અપલાપ કરનારા બને છે, તેમ શાસન અને શાસનપ્રણાલિકાને અનુસરનારા આચાર્ય ભગવંત ઉપાધ્યાય-મહારાજાઓ-ગુરૂદેવ શ્રી ચતુર્વિધ સંઘ. ગચ્છ અને કુલ એ બધા જે સંસાર-સમુદ્રથી ખરેખર તારનારા અને આલંબનરૂપ પદાર્થો છે, તેના અપજશને કરનારા બને છે, તેના અવર્ણન કરનારા બને છે. તેની અપકીતિને કરનાર બને છે, તેની છાયાને નાશ કરનારા બને છે, એટલું જ નહિ, પરંતુ રાત-દિવસ તેવા શાસન અંગારાઓનું ધ્યાન માત્ર શાસન અને શાસનની પ્રણાલિકાઓનું નાશ કરવા તરફ હાય છે. એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાનની તો તેવા શાસનના અંગારાઓમાં સ્વપ્ન પણ છાયા સરખી ન હોય. પરંતુ સામાન્ય આર્ત અને રૌદ્ર ધ્યાન જેવા ધ્યાનમાં પણ કલ્પી ન શકાય તેવા પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનમાં તેનું ચિત્ત વર્તતું હોય છે. આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે જ સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે–એવા શાસનના અંગારાઓ કે જેઓ શાસન અને શાસનની પ્રણાલિકાથી જુદા પડ્યા, વિરૂદ્ધ પડ્યા, અને શાસનાદિનું ખંડન કરવામાં તત્પર થયા...

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204