________________
આગમત સન્માનની જગ પર ઉપમારહિતપણે વર્ણન જણાવે છે, પરંતુ પર્થ પાસના અને ઉપાસનાની જગે પર તે દેવતા, ઈષ્ટદેવતાની મૂતિ, કલ્યાણકારી પદાર્થ અને મંગલકારી પદાર્થની ઉપમા દઈને પર્ય પાસનાની અભિલાષાની રીતિ વ્યક્ત કરે છે.
વંદન-નમકારાદિરૂપ ભક્તિ-દેવ આદિ ત્રણે તત્વની બનવા છતાં ઉપાસના રૂપ ભક્તિ તે માત્ર ગુરૂતત્વની બની શકે છે. કેમકે તે મૂર્તિમાન છે એમ જણાવી તે ઉપરની વાત સ્પષ્ટ કરે છે.
આવી રીતે દેવ અને ગુરૂતત્વને અંગે પર્યું પાસના વગેરે ભક્તિનું મહત્ત્વ હોવાથી જગતમાં ધર્મતત્વના ભેદો કરતાં પણ દેવ અને ગુરૂતત્વના ભેદે વિશેષ બહાર આવેલા છે અને આવે છે.
જૈનશાસ્ત્રકારને જાણનારાઓથી એ વાત તો અજાણ નથી જ, કે ભગવાન મહાવીરમહારાજના વિદ્યમાનપણમાં ગેપાળે અને જમાલિ સરખા મનુષે અને તે પણ શિખ્ય તરીકે જાહેર થયેલા છતાં પણ પિતાને ભગવાન મહાવીરમહારાજના પ્રતિસ્પધી તરીકે અને દેવ તરીકે કે છેલા તીર્થકર તરીકે મનાવવાને બહાર પડેલા હતા. . .
જેવી રીતે દેવતત્વને અંગે અસર્વજ્ઞ અને અવીતરાગ એવા પણ જીવે પોતાની મહત્તા કરવા માટે દેવ તરીકે બહાર પડ્યા હતા. તેવી જ રીતે ભગવાનના નિર્વાણ પછી થયેલા નિહ્ન પિતાને સદ્દગુરૂ તરીકે બહાર પાડવાનું ચૂક્યા ન હતા.
સુજ્ઞ–પુરૂષોએ સમજવું જોઈએ કે–શાસન અને શાસનપ્રણ લિકાથી વિરૂદ્ધ થનારા મનુષ્ય પોતાના આત્માની સાથે પોતાના ભક્ત થનારાઓને, તેમાં પણ મહા–મિથ્યાત્વના ઉદયથી પિતાના અનન્ય ભક્ત બનનારા વર્ગને મહા–મિથ્યાત્વના ઉદયમાં ડુબાવવાની સાથે અનંત ભામણુરૂપી અપાર-સંસાર સમુદ્રમાં ડુબાડનારા થાય છે. .