________________
પુરત૭ ૩૬ જે મુનિ મહારાજની માતા, પિતાના દીક્ષિતપણાને લીધે પતિના વિયોગે પણ સૌભાગ્યનાં ચિહ્નો ધારણ કરતી હતી, તે મુનિ મનકર્મનાક કેમ કહેવાય?
(અર્થાત્ આચાર્ય મહારાજ શય્યભવસૂરિએ સંસાર ત્રિવિધ ત્રિવિધે છેડી દીધું છે, છતાં સંસારવાળાઓએ તેમને કુટુંબ માલિકીમાંથી કાઢી નાખ્યા નથી.
એ આ કારણથી સંસારમાં રહેલી એકલી માતાની રજા વિના પણ નાની આઠ વર્ષ જેવી ઉંમરે ઘણુ કેશ દૂર નાસી જઈને લીધેલી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા ગણાઈ નથી.)
૭ જે મુનિરાજે ફક્ત આઠ વર્ષની ઉંમરે દીક્ષાની ભવિતવ્યતાની પ્રેરણાથી જ હેય નહિ તેમ માતાને સૌભાગ્યપણાને અંગે
મારા પિતા કયાં છે? એ પ્રશ્ન કર્યો, એવી અનુકૂળ ભવિતવ્યતાવાળા મુનિરાજને મનક-મુનાફ કેમ કહેવાય?
૮ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયના હતા, તે વખતે માતાએ દુર્લભબોધિપણાની લાયકનાં એવાં વાકયે કહ્યા કે “કુરચા પાખંડી શ્રમણ (સાધુ) તારા બાપને ભરમાવીને ઉઠાવી ગયા છે. આવાં વાકયે માતા તરફથી સાંભળ્યાં, છતાં પણ જેને શ્રમણ ભગવંતે તરફ અરુચિ ન થઈ, એટલું જ નહિ પણ શ્રમણ ભગવંતે તરફ સદ્ભાવ થવાને માટે શ્રમણ બનેલા પોતાના પિતા તરફ લાગણું દોરાઈ, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય?
૯ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત થએલા પિતાને મળવા માટે માને પૂજ્યા સિવાય શહેરમાંથી નીકળી જાય એ મુનિ મનક-અનાક કેમ કહેવાય?