________________
પુસ્તક ૩-જુ
છે તેમ આપણે મનુષ્ય જન્મ પામ્યા છીએ, ઉછર્યા છીએ પણ મનુષ્યપણામાં, અને વર્યાં છીએ પણ મનુષ્યપણુમાં, આથી આપણને મનુષ્યપણાની કિમત નથી.
આ પણ જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્ય જન્મની કિંમત નથી. જ્યારે જગતની દષ્ટિએ ચાલીએ–તપાસીએ ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કિંમત માલમ પડે. ' જ્યાં સુધી આપણે જગતની દષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કિંમત આપણને ન સમજાય.
તમે જે રીતે જન્મ્યા છે! અને હાલ જે સ્થિતિમાં છો ! તે જોતાં મનુષ્યભવની કિંમત ન જ સમજી શકે, તે બરાબર છે. એથી તમે સૌ કે પિતાને નહિ જોતાં જગતની દૃષ્ટિએ જોતાં શીખે. જેને જીવ કેને માને?
જૈને “જીવ” શબ્દને કેટલે વ્યાપક માને છે? અને અજૈન એ છવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે? અજૈન શું લેવાના? કીડી મંકોડી વિગેરે હાલતા-ચાલતા જીથી શરૂઆત કરવાના, પૃથ્વી, વાયુ-વનસ્પતિ આદિ કાને એ જીવ નહિ માની શકે. - તમે જેન છે! પણ કાળીઆની જોડે પેળીઆને બાંધે તે વાન નહિ આવે, પણ સાન તે જરૂર આવશે. તેવી રીતે તમે તેમના સંસર્ગમાં રહી હાલતા-ચાલતાને જીવ માની લેવા લાગ્યા, આવી માન્યતાવાળાને જૈન કહેવાય ? એ તે જૈનેતરનું જ વચન ગણી શકાય. એ તે તેઓ જ બેલી શકે. છેપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને કાઢી નાંખી ફક્ત ત્રસ જીવોને જ જીવ માનવાનું જૈનને કદી પણ પાલવે નહિ, હવે આગળ લખીએ. છે પ્રશ્ન –જીવ કેને કહેવાય?
ઉત્તર–શરીર ધારણ કરવાવાળે માત્ર જીવ.