________________
આગમત - બજારમાં શાકના ઢગેઢગ પડ્યા હોય, તેના ડીંટા પણ પડયા હોય, ત્યાં ખરીદી કરતાં દરકાર ન કરીએ તે ચાલે, પણ કીંમતી. ચીજની ખરીદી કરતાં દરકાર કર્યા વગર ચાલતું નથી, પરીક્ષા કર્યા વગર આંખ મીંચી કીંમતી ચીજ ખરીદાય? બેર-જાંબુ વિગેરે અંધારામાં ખરીદાય, પણ ઝવેરાત-હીરા-મેતી વિગેરે અંધારામાં, ખરીદાય?
ઝવેરાત ખરીદવા માટે તે આઈ-ગ્લાસ દિવસે પણ રાખવા. પડે છે. કેમકે કિંમતી–તેથી પરીક્ષાને અવકાશ. એવી જ રીતે ધર્મ કીંમતીમાં કીંમતી ચીજ હોવાથી તેને સૂક્ષ્મદ્રષ્ટિથી જોવાની આજ્ઞા ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ફરમાવી. દ્રષ્ટિ-દેષ
જેમ સૂર્યને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાની જરૂર રહેતી નથી, કેમકે તે તે સ્વયં પ્રકાશમાન હોવાથી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે, તેમ ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત છે. - સૂર્ય અને ચંદ્ર પાછળ નકલીને દરેડ નથી, પરંતુ જ્યારે આંખમાં રેગ થયો હોય ત્યારે તે પણ એકથી અધિક દેખાય; તેમ દ્રષ્ટિમાં રેગ થાય ત્યારે એકની એક ચીજ અનેક રૂપમાં દેખાય. . તેવી જ રીતે જ્યાં નકલીની ભેળસેળ હોય ત્યાં ખરી વસ્તુ ઓળ
ખવી મુશ્કેલ થઈ પડે છે. મૂળ વસ્તુને કદી ન છોડે
એવી જ રીતે ધર્મને પ્રકાશ પણ સ્વયં ઓળખાઈ શકે છે.
જો કે તેની નકલે કરનારા ઘણું હોય છે, પરંતુ નકલ કરવામાં તેને દંભ અને બનાવટો ઘણી કરવી પડે છે, અને એ નકલ કરનારાઓને આડંબરે, ખોટી ધામધૂમે, ખટપટ અને કાવાદાવા જ કરવાના હોય છે, તેમાં ભેળા અજ્ઞાન છે દીવાના પતંગીયાની, માફક ઝંપલાય છે.