________________
આગમત ભલે ડાહી ડાહી વાત બધા કરે, પણ ત્યાગ કરે (આચર) એ સહજ નથી,
આત્મા અનાદિકાલથી, મેહરાજાએ જગતભરમાં ફેલાયેલા આ અને મમ મંત્રોની માયામાં એટલે મુંઝાયે છે, પૌગલિક [૫૨] પદાર્થોની પાછળ એટલે પાગલ બન્યું છે કે એને પોતાના પાગલપણાનું ભાન થવું પણ મુશ્કેલ છે, ત્યાગની ભાવના થવી તે અતિ મુશ્કેલ છે ત્યાં ત્યાગના સ્વીકારની તે વાતજ શી? દુનિયાની સુલેહ શાંતિ માટે પણ રાજ્યને કાયદા ઘડવા પડે છે, એ કાયદા એટલે શું? વિચારશે તે જણાશે કે હાજત બહારની અમર્યાદાના ત્યાગ માટે જ એ કાયદા છે.
દુનિયાની સુલેહ, શાંતિ પણ તે ત્યાગને જ આભારી છે, એ કાયદાઓનું જેટલું પાલન, તેટલી સુલેહશાંતની હયાતી અને જેટલું ઉલ્લંઘન-તેટલી સુલેહ-શાંતમાં ખલના.
કાયદાઓ છતાં કાયદાનો ભંગ કરવાથી સજાને ભય પ્રત્યક્ષ છતાં પણ ગુન્હાઓ બન્યા કરે છે, તેથી સ્પષ્ટ થાય છે કે-હાજત બહારની અમર્યાદાને ત્યાગ પણ મુશ્કેલ છે, તે ઉચ્ચકેટિના ત્યાગના સ્વીકાર તથા પાલનની મુશ્કેલીમાં પૂછવું જ શું?
ત્યાગ મુશ્કેલ છે છતાં પણ દુઃખથી છૂટવાની તથા શાશ્વત સુખ મેળવવાની અભિલાષા ધરાવનારાઓને એના વિના સિદ્ધિ નથી.
જેના વિના છૂટકે જ નથી તે મુશ્કેલ હોય તે પણ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો જ છૂટકે ! મુશ્કેલ ત્યાગ પણ તથાવિધ સંસ્કારથી સહેલાઈથી પ્રાપ્ય બની શકે છે, પણ શરત એક કે-મરજી હોય તો માગ થાય. ( જેમ જૂનામાં જૂના (લાંબા કાલના) દર્દથી પીડતે દદી પણ જે સઘને શરણે જાય, તેના કથનાનુસાર અનુપાન યુક્ત ઔષધ લે, પરહેજી પાળે, તે તે તંદુરસ્ત બની શકે છે.