________________
આગમત
આ ધર્મની મહત્તા છે.
(૫)
[પૂજ્યપાદ બહુશ્રત આગમવાચનાદાતા આગમમંદિર-સંસ્થાપક ધ્યાનસ્થ સ્વર્ગત પૂજ્ય આગમેદ્વારકશ્રીએ વિ.સં. ૨૦૦૦ના ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસના મંગલ પ્રવેશ પ્રસંગે ફરમાવેલ ધર્મની ઝીણવટભરી છણાવટવાળું સુંદર માંગલિક પ્રવચન કરેલ. જે હાલના કાળમાં ખૂબજ મનનીય અને ઉપયોગી ધારી વ્યવસ્થિત રીતે રજૂ કરેલ છે.
સંબઈ-શ્રી ડીજી જન ઉપાશ્રયના વિશાળ વ્યાખ્યાન હોલમાં પ.પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીનું
પ્રથમ મંગળ-પ્રવચન આર્યપ્રજાની માન્યતા
શાસ્ત્રકાર મહારાજા આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થકા સૂચવી ગયા કે
આ સંસારમાં આર્યપ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મની જ ઈચ્છાવાળી હોય છે. કોઈ પણ આર્ય મનુષ્ય, અધર્મ કરતે હોય તે પણ અધર્મ કરવામાં રાજી હોતા નથી. આર્ય મનુષ્ય ધર્મ એ પણ કરે, પરંતુ એ પણ થયેલ ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનારે આર્ય મનુષ્ય અધર્મને ખરાબ ગણે અને ધર્મને સારો ગણેજ ! - ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણી ખુશી અને અધર્મ થતું હોય ત્યારે એવાને હૃદયમાં ડંખ કે ગ્લાનિ થયા સિવાય રહેજ નહિ, ત્યારે વિચારે! ધર્મને માનવામાં–ધારવામાં