________________
આગમત કરતાં તે સિદ્ધભગવાનની આકૃતિને સંક્રમણને નિયમ અને મૂર્તિ બનાવવાનું શી રીતે રહે?
આવું કહેનારે પ્રથમ તે એ ધ્યાન રાખવું કે સિદ્ધ મહારાજા નામકર્મના ઉદયથી મળતા શરીર અને સંસ્થાનાદિથી રહિત છે, એ ખરૂં છે, પરંતુ તે સિદ્ધ મહારાજા પણ સર્વથા અવગાહનાથી રહિત નથી, અને તેથી તે અવગાહનાને આકારે સિદ્ધની આકૃતિ હોય અને તેનું સંક્રમણ અને બનાવવું થાય તે શાસ્ત્રદષ્ટિવાળાને માટે અસંભવિત નથી,
વળી જિનેશ્વરમહારાજ કે જેઓ અરિહંતપદમાં છે તેઓની પણ જે આકૃતિ પૂજાય છે, તે સિદ્ધપદ પામવાના વખતની જ હોય છે, તેથી પર્યકઆસન અને કાર્યોત્સર્ગ આસન એ બે આસનમાંથી કેઈપણ આસનની મૂર્તિ હોય છે,
કારણ કે અનાદિકાળને એ નિયમ છે કે જે જે તીર્થકરે જે જે વખતે મોક્ષે જાય તે વખતે તે તે તીર્થકરને આસને ઉપર જણાવેલા બે આસનેમાંથી જ હોય, અને તેથી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓના આકારે પર્યકાસન અને કાર્યોત્સર્ગ આસન એમ બે હોય છે.
જો કે કેટલાકની માન્યતા એવી હતી કે ભગવાન જિનેશ્વરની મૂર્તિઓ સમવસરણમાં દેવાતી દેશનાની વખતે જે જિનેશ્વર મહારાજને આકાર હોય છે, તેને અનુસરીને હોય છે, પરંતુ તે વાત શાસ્ત્રકારોએ માની નથી અને ખંડન કરેલી છે. કારણ કે સમવસરણની અંદર જિનેશ્વર ભગવાનને આકાર પ્રવચનમુદ્રા સહિત વીરાસનમાં હોય છે, એટલે ભગવાન જિનેશ્વર મહારાજાએ દેશનાની વખતે સમવસરણમાં સિંહાસન ઉપર બેસી પાદપીઠ ઉપર પગ સ્થાપન કરીને દેશના આપે છે, એ કારણથી આચાર્યો પણ એજ મુદ્રાથી દેશના આપે છે.