________________
આગમત
અને તેઓના આવવાથી પ્રવચનની વૃદ્ધિ અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રભાવના થાય, તેનું કારણ તે ભગવાન જિનેશ્વરની પ્રતિમાજ છે, તેથી તે પ્રતિમા રૂપ દેવદ્રવ્ય સાધુ મહાત્મા દ્વારા પ્રવચનની વૃદ્ધિ તેમ જ જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રભાવના કરનાર થાય છે.
આ વાત સ્પષ્ટપણે શ્રી ઉપદેશપદાદિની ટીકાઓમાં કહેલી છતાં જેઓ farva૦ ગાથાને નામે દેવદ્રવ્ય શ્રાવકોને ખવડાવવા કે જ્ઞાનાદિક ક્ષેત્રને પિષવા લઈ જવા માંગે છે, તેઓ સાધુ હોય કે શ્રાવક હોય પણ તેઓ શાસ્ત્રોના જ્ઞાનથી શૂન્ય હોવા સાથે પોતે ભવમાં ડુબી બીજાને ભવમાં ડૂબાડવાને માટે તૈયાર થયેલા છે એમ સમજવું. શ્રી જિનેશ્વરમહારાજની પ્રતિમા બનાવવાથી થતે લાભ પ્રતિમાના પ્રમાણમાં કે ભાવમાં?
શ્રી નિશીથચૂર્ણ વગેરે શાસ્ત્રોમાં સ્ત્રીલંપટી કુમારનંદીસ્વર્ણકારે અશ્રુત દેવ યા નાગિલશ્રાદ્ધના ઉપદેશથી ભવાંતરે જૈનધર્મની પ્રાપ્તિ થવા માટે ભગવાન મહાવીર મહારાજની મૂતિ ભરાવી, એમ જણાવ્યું છે તે હકીકતને સમજનારે મનુષ્ય ભગવાન જિનેશ્વરમહારાજની મૂતિને બનાવતી વખતે ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ થવાનું ધ્યેય કઈ દિવસ પણ ભુલી શકે નહિ, પરંતુ તે પ્રાપ્તિરૂપે ફલ કે સમ્યકત્વઆદિ શુદ્ધિ રૂપે ફલ કેને આભારી છે? તે વિચારવાની અનિવાર્ય જરૂર છે. શું નાની પ્રતિમા બનાવવાવાળે તે ભાવમાં સમ્યકત્વઆદિની શુદ્ધિ ઓછી પામે? અગર ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ ઓછી થાય?
અને મહેદી પ્રતિમા ભરાવવાવાળે મનુષ્ય શું આ ભવમાં સમ્યકત્વ આદિની શુદ્ધિને વધુ પામે અગર ભવાંતરમાં સમ્યક્ત્વ આદિની પરાકાષ્ઠાને પામે શું?