________________
આગમત પણ માનતો જ નથી. એટલે તેવા અભવ્યને તે સદુ-અસત્ ક્રિયાની પ્રવૃત્તિ-નિવૃત્તિમાં પણ સમ્યગદર્શનાદિ ન મનાય, કિંતુ મેહનું પ્રાબલ્ય જ મનાય. જ્યારે તેવા ભવ્યાત્માઓ ધર્મક્રિયા કરવામાં મહાદિ નિમિત્તે કઈ કઈ વખતે બાહ્ય-સુખની અભિલાષાવાળા થાય છે. પરંતુ એ બાહ્ય સુખની અભિલાષા સાથે સર્વજ્ઞપણાની, મોક્ષના અસ્તિત્વની કે અરિહંતનું આરાધન મેક્ષદાયક છે, એવા પ્રકારની બુદ્ધિ સાથે રહેલી હોવાથી બાહ્ય-સુખની અભિલાષાવાળા છતાં તેવાઓને સમ્યગદર્શન કે સમ્યગુચારિત્ર માનવામાં હરકત નથી, ફક્ત તેની તેટલા વખતની ક્રિયા-દ્રવ્ય ક્રિયા ગણાય છે. નિયાણ વિગેરે પ્રસંગે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. | તાત્પર્ય એ થયું કે-એક ચાર જે અવસરે કોઈના ઘરમાં ચોરી કરવા ગયે તે વખતે કાયાને ઘણું જ ગેપવે છે, જરૂર પડે તે ધાસાદિકનું પણ રૂંધન કરે છે, કિંતુ તેટલા માત્રથી કાયમુર્તિ અથવા ઈન્દ્રિયદમન જેમ ગણવામાં આવતું નથી, તે પ્રમાણે જે વિરતિ કેવળ બાહ્ય સુખની આકાંક્ષા તરીકે જ હોય અને તેની પ્રાપ્તિ અર્થે બધી ક્રિયાઓ થતી હોય ત્યાં ચારિત્ર કેઈપણ રીતે સંભવી શકતું નથી.
આ પ્રમાણે ઉપર જેની વ્યાખ્યા જણાવેલી છે તેવા સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. એથી ન્યૂન કે અધિક નહીં, એ અંતમાં આપેલા રિપદથી સ્પષ્ટ થાય છે.
શંકા –સૂત્રમાં ઘણે ઠેકાણે જ્ઞાન-ક્રિશni મોક્ષ એ પ્રમાણે જણાવેલું છે, અહીં તે સમ્યગદર્શન વધારી તમે ત્રણ બાબતે બતાવે છે?
વળી સંવર-નિર્જરા મોક્ષના મુખ્ય અંગ છે. તેને તે તમે અહી લીધાં જ નથી કેમકે-સંવર નિર્જરા અમુક હદના થાય ત્યારે તે તેના ફળરૂપ સમ્યગ્ગદર્શનાદિ ગુણે પ્રગટ થાય છે.