________________
આગમત માનીએ, તે પણ તેવી ચમત્કારિક શક્તિને હરેક વખતે અને હરેક ક્ષેત્ર માટે ઉપગ હેય નહિ અને હવે સંભવિત પણ નથી.
તેથી દેવતત્વને માનનારા દરેક આસ્તિક વર્ગને તે શું? પરંતુ આર્ય અને સ્વેચ્છ તરીકે ગણાતા જનસમૂહને પણ દેવગૃહ એટલે દેવસ્થાન માનવાની જરૂર પડેલી છે, અને તે પ્રમાણે સર્વજોએ માનેલ પણ છે. . જે. કે દેવગ્રહો અને દેવસ્થાને સ્થાપવામાં આવ્યા પછી તેમાં કેટલાકેએ માત્ર દેવની આરાધના કે દેવની પૂજાની મુખ્યતા ન રાખતાં માત્ર પ્રાર્થનાની અને દેવની મહેરબાની ચાહવાની મુખ્યતા રાખેલી હોય છે, અને તેથી તે વર્ગ પિતાના ધ્યેયની મુખ્યતા ન રાખતાં દેવની મૂર્તિના અપલાપને માટે એટલે સુધી બકવાદ કરવાને તૈયાર થાય છે કે– ... દેવ તે ચેતનામય છે અને મૂર્તિ જડતામય છે, દેવ તે સર્વ શક્તિમય છે અને મૂર્તિ શક્તિ રહિત છે, દેવ જ્યારે સ્વ-પ્રતિષ્ઠિત છે. ત્યારે મૂર્તિ પર-પ્રતિષ્ઠિત છે, માટે મૂર્તિને દેવ તરીકે માની શકાય નહિ.
પરન્તુ એવા કુતર્કો કરનારા કે કુવિકલ્પ જાહેર કરનારા તેમજ અવિચારી બેલનાર મનુષ્યને એ વિચાર નથી આવતે કે-જેઓને તમે ઈશ્વરના દૂત તરીકે કે ઈશ્વરના પુત્ર તરીકે કે ઈશ્વરના અવતાર તરીકે માને છે–તેઓ મૂર્તિમંત શરીરવાળા હતા કે કેમ?
જે તેઓ શરીરવાળા હાઈને મૂત્તિમંત હતા, તે તેનું પ્રતિબિંબ હોય કે નહિં? ચેતનાવાળા હતા કે નહિં? તેઓ માબાપથી જન્મેલા હતા કે માબાપ વગરજ જન્મેલા હતા? જ્યારે તેઓ ચેતનવંત હતા, મૂર્તિમંત હતા, માબાપથી જન્મેલા હતા, તે પછી તેઓને માનવા એ જે વ્યાજબી હોય તે પછી તેમની મૂર્તિની માન્યતા કેમ વ્યાજબી ન હોય?