________________
પુસ્તક ૩-જું
૫ જે કે સામાન્ય રીતે સાધુ મડામાઓને આધારે જ શાસનનું પ્રવર્તવું થાય છે, પરંતુ સાધુ-ભગવંતોએ પ્રવર્તાવેલું ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન ટકવાનું કેઈપણ સાધન હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્ય છે, એટલે વાચકે સમજવું જોઈએ કે-જે જે ક્ષેત્રોમાં જેમ જેમ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનની અધિક અધિક પ્રવૃત્તિ થશે, તેમ તેમ વીતરાગતામય આદર્શને ધારણ કરનાર ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓની સ્થાપના પણ અધિકાધિક થશે.
આ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને નગરના વર્ણનેના અધિકાર ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્યનાં જૂથે જણાવવામાં આવેલાં છે.
આ ઉપરથી સમજાશે કે ભગવાન જિનેશ્વર મહારાજ શાસનની સ્થાપના કરે, સાધુમહાત્માએ તે શાસનને પ્રચાર કરે, પરંતુ તે શાસનના ધ્યેયની અવિચળતા રાખીને શાસનને ટકાવનાર જે કંઈ પણ હોય છે તે માત્ર વીતરાગને આદર્શરૂપ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ છે.
આ વાતને સમજનારો એ વાત સહેજે સમજી શકશે કે–ભગવાન મહાવીર મહારાજના વખતમાં પણ શ્રેણિક મહારાજા સરખા ક્ષાયિક સમ્યકત્વને ધારણ કરનારાના પુત્ર અભયકુમાર કે જેઓ આખા જૈનવર્ગમાં બુદ્ધિના નિધાન તરીકે પ્રસિદ્ધ છે, તેવા શ્રી અભયકુમારે અનાર્યક્ષેત્રમાં ઉપજેલા નરને જૈનધર્મ પમાડવા માટે એટલે વીતરાગના શાસનમાં લાવવા માટે બીજું પુસ્તક-રજોહરણ ન મોકલતાં ભગવાન રાષભદેવજીની મૂર્તિ કેમ કલી?
આ ઉપરથી એ વાત તે નિર્વિવાદ સિદ્ધ થાય કે--ક્ષેત્રાન્તરે, કાલાંતરે, ભુવનાંતરે કે કાન્તરે વીતરાગતાનું ધ્યેય ઉત્પન્ન કરનાર અને વીતરાગતાના માર્ગની જિજ્ઞાસા ઉત્પન્ન કરી વીતરાગ ભગવાનને માર્ગને મેળવી આપનાર અપૂર્વ અને અજોડ એવું જો કેઈપણ સાધન હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ જ છે.