________________
પુસ્તક ૩
વળી જે તેઓ ઈશ્વરના પ્રતિનિધિ છે, તે તેમના ઉપદેશેઆચરણમાં વિસંવાદ કેમ?
માટે ચેતનવંત પ્રભુની જડમૂર્તિ ન હોઈ શકે આ જાતના કુતર્કનું મહત્ત્વ નથી.
વળી કેટલાક આપણે જ ભાઈઓ શા-સિદ્ધાંતના નામે સ્થાપના નિક્ષેપની પૂજ્યતા-આરાધ્યતામાં વાંધો ઉઠાવે છે. પૂજામાં હિંસાની ભડક બેસાડે છે,
હકીક્તમાં તે લેકોનું આગમીય પરિભાષાનું સદંતર અજ્ઞાન છે.
વળી તેઓ જે અર્ધસત્ય કે ભ્રામક તેમજ એક પક્ષીય દલીલેની રજૂઆત જે વર્ગ આગળ કરે છે તે વર્ગ સંપૂર્ણ અજ્ઞાનથી ભરેલે હોવાને લીધે ભગવાન જિનેશ્વર-મહારાજના જન્મ કલ્યાણકની વખતે મેરૂ ઉપર થતા અભિષેક, ભગવાન જિનેશ્વર-મહારાજના કેવળજ્ઞાનની વખત થતી સમવસરણની રચના અને તે જ સમવસરણમાં પૂર્વબાજુ બીરાજેલા ભગવાનના સરખી બાકીની ત્રણ દિશામાં બીરાજમાન થતી મૂર્તિઓ અને યાવત્ ભગવાનના નિર્વાણ પછી પણ તેમને થયેલે નિર્વાણ કલ્યાણકને ઓરછવ એ વિગેરે વસ્તુઓ તે અજ્ઞાની લેકે જાણતા પણ ન હોય. જાણે પણ નહિ. અને તેથી તે મૂર્તિને ઉડાવનાર કુકવાદી જેનાભાસ ષધારીને સાચી વાત કહી શકે નહિ.
તે કુતંકવાદીઓ પિતાના દીક્ષા-મહોત્સવ વિગેરે અને મરણ મહત્સવ તે હિંસામય છતાં પણ રેકતા નથી. માત્ર ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રજાને તેને રોકવા માટે હિંસાના નામનું એઠું ઉભું કરે છે, પરંતુ આસ્તિકવર્ગ ભગવાન જિનેશ્વર-મહારાજના ચૈત્યોને મહિમા સારી રીતે સમજી શકે છે અને સમજી શકે તેમ પણ છે, જેઓને તે મહિમાની વિશેષ જિજ્ઞાસા હોય, તેને તેની મૂર્તિ કરવા માટે નીચેના મુદ્દાઓ વિચારવાની જરૂર છે.