________________
પુસ્તક૨ જુ
પદાર્થો તત્વરૂપે અને અતત્વરૂપે એમ બે રીતે સંભવી શકે પરંતુ જે તત્વ હશે તેતે પદાર્થ જ હોવાને છે. અર્થાત્ સાંખ્યાદિએ કપેલા પદાર્થો તત્વમાં વ્યભિચાર પામે છે, એટલે કે અતત્ત્વ રૂપે હોય છે. પરંતુ તત્વ જે છે તેને પદાર્થમાં વ્યભિચાર થતું નથી, જે જે ત હોય છે તે તે પદાર્થ રૂપે હેવાના જ છે.
જતા તદ્માવતરમ્ – તેને જે ભાવ યથાર્થપણું તે જ તત્વ છે, તે પદાર્થને યોગ હોય તે જ સંભવે છે, માટે તત્ત્વનું ગ્રહણ ભલે રહ્યું, પરંતુ નિષ્ણજન અર્થનું ગ્રહણ શા માટે કરે છે ?
સમાધાન -જે કે વસ્તુએ સ્થિતિ ઉપરનું કથન વ્યાજબી છે, પરંતુ શૂન્યતાદિ અનર્થ રૂપ મિથા ઈત્યાદિ વાક્યની માફક કલ્પિત તત્વ પણ બૌદ્ધ વિગેરે કેટલાક દાર્શનિકે તરફથી માનવામાં આવે છે, તેને નિરાસ કરવા માટે અર્થ પદની પણ જરૂરિયાત છે. - વળી ઉભય પદમાં દોષ આવતું હોય તે જ વિશેષણ-વિશેષ્ય ભાવ હવે જોઈએ, અન્યથા ન હોય એવું પણ કાંઈ નથી, એક પદમાં દોષ આવતું હોય તે પણ વિશેષણ-વિશેષ્ય ભાવ આપવામાં આવે છે.
જેમ કે સન્ ૬ પૃથ્વી કરવમ્ આ વાક્યમાં પાણી તે દ્રવ્ય જ છે, પરંતુ જેટલા દ્રવ્ય તેટલા બધા પાણી જ નથી હોતા, તે પ્રમાણે પૃથ્વી એ દ્રવ્ય છે, પરંતુ જેટલા દ્રવ્ય તે બધા પૃથ્વી નથી. દ્રવ્ય તે પાણી હોય પૃથ્વી હોય અને પાણી તથા પૃથ્વી સિવાય બીજું પણ દ્રવ્ય હોઈ શકે. ( આ પ્રમાણે અહીં પણ તત્વભૂત હેય તે પદાર્થો જ હોય, પરંતુ પદાર્થો તે તત્ત્વાતત્વ ભૂત બંને પ્રકારના હેય; એટલે એક પદ વ્યભિચારવાળા વિશેષણ-વિશેષ્ય ભાવની અપેક્ષાએ તત્ત