________________
૩૭
પુસ્તક ૨ જું ત્યાં સુધી અનુકંપા કિવા શમ, સંવેગાદિ કેઈપણ રીતે ઘટી શકવાના. નથી અને કોઈ વ્યક્તિમાં તેવા પ્રકારના શમ-સંવેગ જેવા ચિન્હો જણાતા હોય પરંતુ તે જે આસ્તિકય વિનાને હોય તે તે વસ્તુતઃ શમ, સંવેગાદિ રૂપ જ નથી.
આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે શમ, સંવેગ, નિર્વેદ. અને અનુકંપા એ ચારમાંથી ભલે કોઈ પણ એકાદ ચિન્હ હોય પરંતુ જે આસ્તિકય સાથે હોય તે જ તે સમ્યગદર્શનનું કારણ બને છે. આસ્તિકય વિના સમ્યગ્દર્શન કઈ રીતે ઘટી શકતું નથી.
આ વસ્તુને વધુ સ્પષ્ટ કરવા ટીકાકાર મહારાજ સ્પષ્ટ જણાવે છે કે ન મર્થતા ઈત્યાદિ
જેઓને જિનવચન ઉપર પ્રતીતિપૂર્વક અવધારણ નથી. અર્થાત્ શ્રદ્ધાન નથી તેઓને પરમાર્થથી અનુકંપા વિગેરે ઘટી શક્તા જ નથી.
અહીં કદાચ એમ થશે કે પ્રથમ, સવેગાદિ ઉત્પત્તિ કમની અપેક્ષા છે આસ્તિક્યને જે પ્રથમ નંબર છે તે ભાષ્યકાર મહાર્ષિએ આસ્તિયને પ્રથમ ન મુકતાં પ્રશમને કેમ પ્રથમ મુકયું? તે એ બાબતમાં સમાધાન થવું જોઈએ કે-ઉત્પત્તિ કમની અપેક્ષાએ યદ્યપિ આસ્તિય લિંગ સર્વથી પ્રથમ ઉત્પન્ન થાય છે, તે હોય તે જ અનુકંપાદિ આવી શકે છે, પરંતુ પાંચલિંગમાં સર્વથી ઉત્તમ લિંગ જે કોઈપણ હોય તે તે પ્રશમ છે એ જણાવવા માટે ભાષ્યકારે પ્રશમને પ્રથમ નંબર આવે છે. ટીકાકારે પણ એ જ બાબત “ઘામrો થાતુ થor pઘાનિ' એ પંક્તિથી સ્પષ્ટ કરેલ છે.
શંકા –તમે તત્વાર્થ શ્રદ્ધાન સ્વરૂપ સમ્યગ્ર દર્શન કહો છે, અર્થાત્ જીવાજીવાદિ પદાર્થોનું શ્રુતાદિના આલેચન પૂર્વક અવધારણ હોય ત્યાં જ સમ્યગૂ દર્શન હેય. એવું ઉપર કહેવામાં આવેલ છે, જે એ વસ્તુ એ પ્રમાણે જ હોય તે જિનવચનના.