________________
૩૦
આગમજાત
સમાધાન -તત્તવ અને અર્થ બંને પદનું ગ્રહણ કરવું અયોગ્ય નથી, કિન્તુ ગ્ય જ છે.
કારણ કે સાંખ્ય વિગેરે મતવાળા જુવાજીવાદિ પદાર્થોને માને છે, પરંતુ સર્વની દષ્ટિએ જે પ્રમાણે તેનું નિત્યા–નિત્યાદિ સ્વરૂપ માનવું જોઈએ, તે મુજબ અવિપરીત પણે માનતા નથી, પરંતુ નિત્ય જીવ છે. એમ વિપરીત પણે માને છે.
તેથી અર્થ પદની સાથે તત્વ પદની ખાસ જરૂર છે.
વળી જેઓ જીવાદિ પદાર્થોને એકાંત નિત્ય અથવા એકાંત અનિત્યપણે માનવાવાળા છે, તેઓને પદાર્થ કે જે અર્થની કિયાવાળો હોવો જ જોઈએ, તે અર્થ ક્રિયાશૂન્ય થશે. અને પદાર્થ એવું નામ છતાં પણ જે તેમાં અર્થ ક્રિયાશૂન્યપણું આવે તે પણ અનર્થ=અપદાર્થ થશે.
જે વસ્તુ શાસ્ત્રવાર્તાસમુચ્ચયાદિમાં સવિસ્તરપણે પ્રતિપાદન કરવામાં આવેલ છે, પદાથે તે તેઓને પણ માનવા છે, આ મંતવ્યના નિરાશ માટે તત્ત્વ અને અર્થ બંનેનું કથન કરવામાં આવેલ છે.
પદાર્થોમાં એકાંત નિત્યપણાનું કિવા એકાંત અનિત્યપણાનું મંતવ્ય ન આવી જાય, તેમ જ અભાવાદિને પદાર્થ તરીકે ન ગણી લેવાય, તે માટે તત્વ અને અર્થ એ બંને પદની જરૂર છે.
તાત્પર્ય એ થયું કે-નિત્યાનિત્યાદિ રૂપ અવિપરીત અર્થવાળા છવાછવાદિ પદાર્થોનું જે શ્રદ્ધાને તેનું નામ સમ્યગદર્શન છે.
શંકા - એમ હેય અર્થાત્ કપિલાદિએ વિપરીત પણે માનેલા જીવાદિ પદાર્થો ન આવી જાય, તે માટે તત્ત્વ પદની જરૂર જ હેય, તે પછી એકલા તત્ત્વ પદને જ રાખે! કારણ કે જે તત્વ હશે તે અર્થ રૂપે હેવાતું જ.