________________
૫૩.
પુસ્તક ૧-લું આદર્શ મૂર્તિ કઈ બની શકે.
ધ્યાનમાં રાખવું કે એક નાટકી જે રાજા-મહારાજાઓનું નાટક કરે તેના ગુણો કે સમૃદ્ધિને તેને મેળવી શકે, તે પણ તે રાજા-મહારાજાના વેષને તે એ નાટકીયે પણ બરાબર ભજવે છે. ભવાઈમાં ગાયનું રૂપ લેનારા ભવાઈએ પણ ગાયનું અનુકરણ શરીરના એક દેશને ધ્રુજાવવા દ્વારા કરી શકે છે અને કરે છે, છતાં આ અન્ય માર્ગના દેએ દેવતા બનવાની તૈયાર કરી, છતાં વીતરાગ પ્રભુની આકૃતિનું પણ અનુકરણ કરી શકયા નહિ.
એટલે ચોકખું થયું-કે આત્મકલ્યાણ અને મોક્ષની સાધના વાળાને જે કંઈપણ આદર્શ મૂર્તિ હોય તો તે માત્ર જિને શ્વર મહારાજની મૂર્તિ જ છે.
આ રીતે જણાવ્યા પ્રમાણે તે જિનેશ્વર ભગવાનની મૂર્તિ જ અનેકવિધ ગુણના પ્રતિબિંબને ધારણ કરનારી હોવાથી મેલાથીઓને પિતાના આત્માને તે બનાવવા માટે વારંવાર દર્શનની જરૂર છે. મૂલ-યેયને સિદ્ધ કરવા શું કરવું પડે ?
ધ્યાનમાં રાખવું કે છોકરાઓ પણ જ્યાં સુધી પૂરો નકશે ચીતરવાની શક્તિ ન ધરાવે ત્યાં સુધી પહેલાના નકશા ઉપરથી પિતાની દષ્ટિ ખસેડતા નથી, એક કારીગર પણ પિતાનું ધારેલું મકાન પૂરું તૈયાર થાય નહિ ત્યાં સુધી કઈ દિવસ પણ પ્લાન ઉપરથી મનને કે દષ્ટિને ખસેડતા નથી. - એટલે જ્યાં સુધી આ આત્મા વિતરાગદશાને પામીને પૂર્વે જણાવેલી વીતરાગની સ્થિતિમાં આવે નહિ, ત્યાં સુધી આ આત્માએ પહેલાંના નકશા તરીકે કે પ્લાન તરીકે ઉપયોગમાં લેવાતી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ ઉપરથી દષ્ટિ કે મન ખસેડવા ન જોઈએ.
' આ વાત તે જગતમાં જાણીતી છે અને મૂર્તિને નહિ માનનારાઓને પણ આ વાત તે કબૂલ છે કે અક્ષરનું જ્ઞાન અને શિક્ષણ