________________
આગમત
ગુણસ્થાનક માનેલું છે, તે માયાના સમય ભદ્રકપણને અગ્રપદ આપીને કહેલ છે.
ભગવાન શ્રી મહાવીરે મરીચિના ભવમાં કપિલના કરેલા ધર્મવિષયના પ્રશ્નના ઉત્તરમાં સ્થિતિ જંપ એ જવાબ આપી યથાર્થ પદાર્થ–પ્રરૂપણારૂપી ભદ્રતાને તિલાંજલિ આપી, તેના પ્રભાવે ક્રોડાક્રોડ સાગરોપમ સંસાર ભટક પડે.
વળી કરેલા પાપની આયણ લેવા આવેલે મનુષ્ય પણ સરળતાથી યથાર્થ આલેયણ ન લેતાં જે માયા-પ્રપંચ કરી આયણ લે તે તેને ઘણું પ્રાયશ્ચિત્ત આવે છે, તેટલા જ માટે આલેયણ લેનારને માટે શાસ્ત્રકારોએ બાલકની માફક સરળપણે આવવાનું જણાવેલ છે. - આ બધી હકીકત વિચારનાર મનુષ્ય માત્ર સરળતાને ઉત્તમોત્તમ ગણી તેને આદરવા તથા આદરેલી સરળતાને વધારવા ચાહના કરે તે સ્વાભાવિક છે, પણ તે સરળતાને આદર ઉપરની હકીકત વિચારનાર જરૂર કરશે.
વળી પણ તે સરળતાને વધારવા માટે ક્યા ક્યા સાધનની જરૂર છે? તે વિચારવાનું અતિ આવશ્યક હેઈ તે સરળતાને વધારનાર કારણે કયાં કયાં છે? તે કેટલાં જરૂરી છે તે વિચારીએ –
સરળતા મેળવવા માટે શાસ્ત્રોમાં ઘણા સાધને જણાવ્યા છે, પણ બાળજને ટૂંકમાં મહત્ત્વના બે સાધને છે, તેને વિચાર કરતાં પૂર્વે એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે
જગતમાં કેઈપણ ગુણ દુજેનેએ દૂષિત કર્યો ન હોય એવું બનતું નથી, તેવી રીતે સરળતાના ગુણને પણ દુર્જને દૂષિત ગણી સરળતારૂપી ગુણવાળાને દુર્જને અલ–વગરને, ગાંભીર્ય ગુણ વગરને, તુચ્છ વિગેરે ઉપનામો આપી નિંદે તે સ્વાભાવિક છે, પણ સરળતા જ્યારે ઉત્તમ ગુણ તરીકે અનુભવસિદ્ધ છે, એટલે કે સરળતાવાળે મનુષ્ય દરેક પ્રસંગમાં હૃદયને ચેખું રાખી