________________
'
પુસ્તક ૨-જુ
- ૧૩ આ જ પ્રમાણે નારકે નિકાચિત પાપના બંધથી નરકમાં જાય છે–નિકાચિત પાપને બંધ, એટલે તત્ર દુઃખદ અવશ્ય હેય, સમતાથી દુઃખવેદનને દુઃસંભવ ત્યાં હોય. અને એ અમુક હદની સમતા ન આવે, ત્યાં સુધી વિરતિના પરિણામ કઈ રીતે ન આવી શકે.
તિર્યચ-ગતિમાં જાતિસ્મરણાદિકના પ્રતાપે દેડકા વિગેરેની જેમ અઢાર પાપસ્થાનકની નિવૃત્તિ હોય, પરંતુ ચકવાલ સામાચારી અને ઓઘ સામાચારીને પાલન વિના વિરતિ કોઈ રીતે ગણી ન શકાય.
માનવભવમાં પણ તથાકાર-સમાચારીની વિરાધનાને અંગે પીઠ અને મહાપીઠ જીવને મિથ્યાત્વ તેમજ સ્ત્રી વેદને બંધ થયે છે, તે જ્યાં એ સામાચારીનું આરાધન જ ન હોય ત્યાં વિરતિને સિદ્દભાવ શી રીતે માની શકાય?
આ બધાય કારણોને અંગે દેવાદિ ગતિમાંથી મોક્ષ ન માનતાં મનુષ્યલેકમાંથી જ મેક્ષ પ્રાપ્તિ માનેલી છે,
મોમા એ જે એકવચનને નિર્દેશ કર્યો છે, તે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર એ ત્રણે સ્વ સ્વ અપેક્ષાએ પૂર્ણતાને પામે અને ત્રણે સાથે વર્તતા હોય તે જ મેક્ષમાર્ગ છે અને મોક્ષની પ્રાપ્તિ છે. ત્રણમાંથી એક અંગ પણ ન્યૂન હોય તો તે મોક્ષમાર્ગ ન ગણાય. આ સમજાવવા માટે એક વચનને નિર્દેશ
આ ત્રણે સમુદિત હોય તે જ મોક્ષમાર્ગ છે, અન્યથા નથી, એ વસ્તુ સિદ્ધાંતની અપેક્ષાએ પણ બરાબર છે. કેમકે ક્ષયે પશમ સમ્યફત ભવચક્રમાં પરિભ્રમણ કરતાં આત્માને અસંખ્ય વાર મળે, પરંતુ સમ્યગદર્શનની આરાધના તે સાતથી આઠ વખત જ હોય, અહીં સમ્યગદર્શનની આરાધના ત્યારે જ ગણાય કે સમ્યગદર્શનની સાથે સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર હોય તે જ, કેવળ સમ્યગદર્શનના