________________
પુસ્તક ૨-જું
૧૧ 4. કારણ કે બાહુબલી તથા ચંડકૌશિક પ્રમુખને, અભિમાન તથા ધાદિન નિમિત્તથી જે મોક્ષની અનુકૂળતાના વેગે પ્રાપ્ત થયા છે, તે પણ આ સમ્યગદર્શનાદિ ગુણ વિના તે નહિં જ, સમ્યગૂ દર્શનાદિ ગુણેને સદ્ભાવ હોય તે જ ક્રોધાદિ આશ્ર પણ મોક્ષમાર્ગના કારણ રૂપ બને છે.
વળી અહીં એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે- ક્રોધાદિ આશ્ર જે મોક્ષમાર્ગ રૂપે પરિણમે છે, તે ક્રોધ-માનને અથવા કઈ પણ વિવક્ષિત અને ત્યાગ થાય, ત્યારે જ મોક્ષમાર્ગની અનુકૂળતા રૂપે તે પરિણમે છે.
અર્થાત્ બાહુબલીએ અભિમાન કર્યું, કાઉસગ્ગ ધ્યાને રહ્યા, પ્રભુએ બ્રાહ્મી-સુંદરીને મોકલી, તે આવીને “વીરા મોરા ગજ થકી ઉતરે.” ઈત્યાદિ પ્રતિબંધક વાક્યો બેલી. તે વાક્ય સાંભળતાં હાથી ઉપર હું ચઢેલ નથી, છતાં આ બન્ને બહેને મને હાથી ઉપરથી ઉતરવાનું જણાવે છે, એને શે પરમાર્થ છે? ઈત્યાદિ ઊહાપેહના પરિણામે “અભિમાન રૂ૫ હાથી ઉપર હું ચઢેલ છું.” તે વસ્તુ ખ્યાલમાં આવતાં અભિમાનને ત્યાગ કરવા પૂર્વક દીક્ષિત નાના બંધુઓને વંદન કરવાની ભાવનાથી પગ ઉપાડે, અને તુર્ત જ કેવળ જ્ઞાન થયું.
એ જ પ્રમાણે ચંડકૌશિકે બિલમાંથી બહાર આવી તીવ્ર ક્રોધાવેશમાં આવી, પ્રભુના પગમાં ડંશ માર્યો, સફેદ રૂધિર નીકછતાં, જરા વિચારમાં પડતાં “કુરા લુસ મા મુનક વરપતિ!” ઈત્યાદિક પ્રતિબંધક વાકથી ચંડકૌશિક સર્પ ક્ષમા ભાવમાં દાખલ થયે. - આ છાતમાં વ્યવહારથી અભિમાન કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અને તીવ્ર ક્રોધ આત્મગુણની પ્રાપ્તિમાં કારણ ગણાય, પરંતુ વસ્તુતઃ તે એ અભિમાનને અને તીવ્રક્રોધને ત્યાગ થયે, ત્યારે કેવળ જ્ઞાન અને ક્ષમાદિ ગુણે પ્રગટ થયેલા છે, અને તે કેવળજ્ઞાન અને ક્ષમાદિ સદ્ગણે સમ્યગદર્શનાદિ વિના કઈ રીતે સંભવી શકે નહિ.