________________
આગમત જગમતીર્થો = અનંતે પકારી વીતરાગપ્રભુ જ્ઞાની ભગવંતોએ નિર્દેશેલ આત્મશુદ્ધિના માર્ગે જાતનું સમર્પણ કરવા દ્વારા પિતાની જાતને રાગ-દ્વેષ કે આરંભ-સમારંભથી અળગી કરવા માટેની સફળ મથામણ જ્ઞાની ગુરૂભગવંતની નિશ્રાએ કરનારા મહાનુભાવે, જેને ટુંકમાં શ્રીસંઘ = સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ, કહેવાય છે.
આ રીતે આ શ્રીસંઘને આરાધનાના પુનિત માર્ગે આગળ વધવાની કડીબદ્ધ સચોટ પ્રેરણા આપનારા આગમે પણ તીર્થ રૂપે કહેવાય.
એકંદરે આપણી વૃત્તિઓને સંસારની મેહમાયાના વાતાવરણથી અળગી કરી આત્મનિષ્ઠ બનવાની પ્રેરણા આપનારી જે ચીજો તે તીર્થ કહેવાય.
આવા તીર્થની યાત્રા કરવી એટલે સંસારી વાતાવરણથી અળગા થઈ આત્મશુદ્ધિ માટેની પ્રેરણા મેળવવી.
આ દષ્ટિએ તીર્થયાત્રાને શ્રાવકે માટે અત્યંત કરણીય મહત્વનું કર્તવ્ય દર્શાવ્યું છે.
આવી તીર્થયાત્રા સ્વયં કરે તેથી પણ વધુ પિતાના ખર્ચે બીજા સાધામિકેને પવિત્ર તીર્થભૂમિમાં લઈ જઈ પુણ્યવાન આરાધક આત્માઓને જીવન – શુદ્ધિના રાજમાર્ગે ચાલવા માટે સક્રિય પ્રેરણા આપવાનું પવિત્ર કાર્ય ગૌરવવંતા સંઘપતિત પદ દ્વારા એક લ્હાવા રૂપ મનાય છે.
તેથી પુણ્યવાન વિવેકી આરાધકેએ તીર્થયાત્રા જેવા પવિત્ર કાર્યની મહત્તા સમજી તીર્થભૂમિમાં વિવેકપૂર્વક વર્તવું જરૂરી છે.
દર્દી જેમ હોસ્પિટલમાં દાખલ થાય અને દર્દ ન વધે તે જાતના આહાર-વિહાર વગેરે ડોકટરની દેખરેખ તળે નિયમિત રાખે છે, તેમ આપણે ભાવગી તીર્થભૂમિ જેવી સ્પેશીયલ હોસ્પીટલમાં આવી આંતરિક વાસના-વિકારે ન વધે તે રીતની રહેણી-કરણી જ્ઞાની ગુરૂની નિશ્રામાં રાખીને તીર્થભૂમિની પવિત્રતા અને તારતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે.