________________
પ૭
પુસ્તક ૧-લું
કેટલાક લેકે તરફથી એમ કહેવામાં આવે છે કે ભગવાન જિનેશ્વર મહારાજની દર્શનીયતા અને વંદનીયતા માનીએ તે ખોટું નથી, પરંતુ બાહ્ય-પદાર્થોના આકારે માત્ર તે તે પદાર્થની સ્થિતિને સમજાવવા માટે જ ઉપયોગી છે, પરંતુ તે તે બાહ્ય પદાર્થો વંદનીય નહિ હેવાથી તે તે વસ્તુના આકારે વંદનીય ન થાય, પરંતુ ત્રિલેકનાથ તીર્થકર ભગવંતે તે ત્રણે લેકના જીવને આરાધવા લાયક છે, માટે તેઓની પ્રતિમા વંદનાદિદ્વારા આરાધ્ય થાય, એમાં કશું ખોટું નથી. પ્રતિબિંબની કિંમત વ્યક્તિના હિસાબે જ હોય.
જગતમાં પણ જે મનુષ્યાદિ વ્યક્તિની જેવી કિમત હોય છે, તેને અનુસારે તેના બાવલાઓની અને ફટાઓની કિંમત લેકમાં ગણાય છે. કેઈ રાજાનું બાવલું કારીગરની દષ્ટિની અપેક્ષાએ બે-પાંચ હજારની કિંમતનું હોય, છતાં પણ તેની પ્રજાની અપેક્ષાએ તે તે બાવલું દેશસંબંધી ભૌતિક તિને જગાડનારું હોઈ પિતાના જીવન કરતાં પણ અધિક ગણાય છે, અને ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિને નહિ માનનારાઓ પણ તેવા બાવલાઓની સાથે સંપૂર્ણપણે વિનયની સાથે વતીને નમસ્કાર આદિ કરે છે. કબરના અવલંબને પણ ઈષ્ટનું સ્મરણ થાય છે.
મૂર્તિને નહિ માનનારા એવા મુસલમાને અને ખ્રિસ્તીઓ છે, છતાં પણ તેઓ પોતાના કબ્રસ્તાનમાં કબરની આગળ જે પૂજાદિક ઉપચાર કરે છે, તેને જેનાર મનુષ્ય જો વિવેકી હશે તે સ્પષ્ટપણે સમજી શકશે કે
જેમ આર્ય મનુષ્ય પ્રતિમા વિગેરેના દર્શનથી સ્મરણ અને બહુમાન કરે છે, તેવી જ રીતે મૂતિ નહિ માનનારા એવા મુસલમાન-ક્રિશ્ચિયન વગેરે કબરના આલંબને કરે છે.
ફરક માત્ર એટલે જ છે કે ભગવાનની મૂતિને માનનારાઓ ભગવાનને આકારને દેખીને ભગવાનના સ્મરણથી તેમના ગુણે આદિના
.
૧-૫