________________
પર
પુસ્તક ૧-લું
શું તેઓ તસ્વીર બેલનારી છે, એમ માની શકે છે?
અથવા શું ઢંઢકભાઈએ પિતાના સાધુઓ મરી જાય છે, ત્યારે 'મડદાના પૂજારી બનીને તે સાધુના મડદાને જે મહત્સવ કરે છે તે મડદું શું ચેતનાવાળું છે ખરું? અથવા શું તે મડદું બોલે છે ખરું? મૂર્તિની આરાધના શાથી? આ તત્વદ્રષ્ટિએ વિચારનાર મનુષ્ય તે સ્પષ્ટપણે સમજી શકશે કે જે મહાપુરૂષની પ્રતિમાઓ હોય છે, તે મહાપુરૂષના જ્ઞાન અને ઉપદેશને અંગે જ આરાધના કરાય છે. ' ધ્યાનમાં રાખવું કે–જગતમાં માતા એક જ વખત જન્મ આપે છે, ઘડીએ ઘડીએ ને જન્મ આપતી નથી, તે પણ સત્યરૂષ તે નવા નવા જન્મને નહિ આપતી એવી પણ માતાને એક વખત માત્ર જન્મ આપે તેથી યાવજીવન તીર્થની માફક આરાધના કરે છે, તે જે જિનેશ્વર મહારાજાઓએ અખંડધારાએ વર્ષો સુધી કે પૂ સુધી ઉપદેશ આપી જગતને ઉધ્ધાર કર્યો છે, તે જિનેશ્વર મહારાજાઓ જે ઉપદેશ ન આપે તે વખતમાં પણ યાવત્ વિહાર કરતા હોય તે વખતમાં પણ સમ્યગૃષ્ટિઓને આરાધવા લાયક હોય.
તે પછી જે બોલે તે આરાધવા લાયક છે, અને જે ન બોલે તે આરાધવા લાયક નથી, એમ કહેનારાએ પિતાની અક્કલને સર્વથા ઉપયોગ કર્યો નથી, એમ માનવું જોઈએ.
ઢંઢકભાઈએ વિચારવાનું છે કે-તમારા માનેલા પરમેશ્વર અનાર્યસમાજ આદિની માફક શરીર વગરના તે નથી, એ ચોક્કસ છે, તે પછી જે વખતે ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી હોય ત્યારે તેઓ ભગવાન જિનેશ્વર મહારાજને વંદન કરશે તે શી રીતે કરશે? શું ભગવાન જિનેશ્વર મહારાજના આત્માને દેખે તે જ તેઓશ્રીને વન્દન કરે? શું તેઓ જિનેશ્વર મહારાજના આત્માને વંદન કરે છે?