________________
આગમત
મૂર્તિની જેમ ખગ્રાદિ વંદનીય શાથી?
સામાન્ય સમજણ ધરાવનારે મનુષ્ય પણ એટલું તે કબૂલ કરશે કે – - ભગવાન જિનેશ્વર મહારાજની હયાતીમાં પણ જે વન્દન વગેરે થાય છે, તે બધું ભગવાન જિનેશ્વર મહારાજના શરીરની અપેક્ષાએ થાય છે, જ્યારે આવી રીતે વસ્તુસ્થિતિ ઢુંઢીયાભાઈઓને પણ કબૂલ કરવી પડે છે, તે પછી ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને અંગે ચેતનસ્વરૂપ નથી–બોલતી નથી, વિગેરે પ્રલાપ કરવા એ કેઈપણ પ્રકારે સજ્જનતાને જણાવતા નથી.
ધ્યાન રાખવું કે બેઇદ્રિય જાતિથી માંડીને બધી જાતિઓ બેલનારી ગણાય છે, પરંતુ કંઈ બેલવા માત્રથી બેઇદ્રિયઆદિ સર્વ જાતિઓ આરાધ્ય થતી નથી.
એટલે સ્પષ્ટ થયું કે બોલવાનું થતું હોય ત્યાં આરાધ્યપણું અને બેલવાનું થતું નથી ત્યાં આરાધ્યપણું નથી, એ કેવલ કલપના માત્ર છે.
વળી એક વાત સજ્જન પુરૂષોએ સમજવાની છે કે રાજા મહારાજાઓ થાવત્ ચકવતીએ ખગ અને ચક વિગેરેને જે નમસ્કારઆદિ સત્કાર કરે છે, તે માત્ર ખડ્રગ અને ચકઆદિ પિતાની ઉન્નતિનું અસાધારણ સાધન છે, એમ ધારીને કરે છે.
જેમ મૂત્તિઓને સલાટે બનાવી છે, તેમ તે ખગ વિગેરેને પણ લુહાર વિગેરે કારીગરે જ બનાવે છે, પરંતુ તે ખગ વિગેરેની કિંમત રાજા-મહારાજા અને ચક્રવતી આદિઓને રાજસત્તાના પ્રતિક તરીકે હોય છે.
લુહાર વિગેરે તે તે ખડૂગઆદિથી માત્ર ઉદરનિર્વાહ કરે છે, પરંતુ તે ખડ્રગવિગેરેથી જાહોજલાલી જે કોઈપણ મેળવનાર હોય તે રાજા-મહારાજા અને ચકવત્તીઓ હોય છે, તેથી તે ચક્રવર્તી વગેરે નમસ્કાર આદિદ્વારા ખડગ અને ચકાદિનું આરાધન કરે છે.
એવી રીતે અહિં પણ ભગવાન જિનેશ્વર વગેરેની પ્રતિમાઓને સલાટ લેકે જ તૈયાર કરે છે, પરંતુ તે સલાટ લેકને તે તે