________________
પુસ્તક ૧–લું
૬૧ પ્રતિમાઓનું બનાવવું ઉદરનિર્વાહનું સાધન છે, પરંતુ જેઓ તે પ્રતિમાના દર્શનઆદિથી ભગવાનના ગુણેના સ્મરણ આદિદ્વારા આત્માને જિનેશ્વર ભગવાનના શાસનમાં અધિકઅધિક ઉન્નતિવાળ કરે છે, તેને તે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા આત્માની ઉન્નતિનું અદ્વિતીય-સાધન છે.
સમ્યગ્દષ્ટિને જયારે તે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા આત્માની ઉન્નતિનું અદ્વિતીય સાધન હોય તે પછી તે પ્રતિમાને વંદનઆદિ કરી આરાધન ન કરવાનું માને કે ઉચ્ચારે તે તે સમ્યગ્દષ્ટિનું સમ્યગ્દર્શન નાશ પામે. એટલું જ નહિ, કૃતજ્ઞોમાં ખરેખર શિરોમણિપણું જ આવી પડે! ઉપકારીના ઉપકારથી તેના ગુણે ન ભૂલાય
યાદ રાખવું કે જગતના એહલૌકિક બાહ્ય ઉપકારે જે મનુષ્ય કર્યા હોય તે મનુષ્ય મરી ગયું હોય, તે પણ જે મનુષ્યને તેનાથી ઉપકાર થયે હોય તે તેને પલે-પલે યાદ કરી તેના ગુણનું ગાન કરી સજજનતા મેળવવાની જરૂર ગણે છે, તે પછી જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જગતના જીવને જડજીવનની તલ્લીનતામાંથી ખસેડી જીવજીવનની તલ્લીનતાવાળા કર્યા અને સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પણ પ્રકાશન દ્વારા સમર્પિત કર્યો તે જિનેશ્વર મહારાજના ગુણગાને કરવા પ્રતિમાનું આલંબન લે નહિ અને તે પ્રતિમાના વિરોધીજ બને તેઓને કયા ભવચકો ભમવાં પડશે? તે જ્ઞાની મહારાજ જ જાણી શકે !!!
વાચક પુરૂષ જે લગીર પણ સમજતો હશે તો એટલું તે સમજ્યા વગર નહિ જ રહે કે પિતાના ઉપકારી પુરૂષના બાવલાને કે તેની તસ્વીરને જે કંઈ નિષેધ કરે કે જે કઈ તેનું અપમાન કરે તે મનુષ્ય દુર્જનની કોટિમાંથી બહાર રહેલે કહી શકાય નહિં, તે પછી જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને શાસનની સ્થાપના કરી અને જે શાસનની સ્થાપના દ્વારા પિતે આગમાદિકનું જ્ઞાન મેળવ્યું તેવા ભગવાન જિનેશ્વરની પ્રતિમા અને સ્થાપનાનું ખંડન કરનારા અને