________________
પર
આગમત
ધ્યાનના મુખ્ય સાધનભૂત આસન અન્યમાર્ગના કેઈપણ દેવતામાં છે જ નહિ, એટલે દેવતાઈ સ્થિતિને લાયકનું આસન પણ અન્ય માર્ગ વાળાઓથી પિતાના દેવતામાં માની શકાયું નથી.
વળી જિનેશ્વર! આપનું શરીર લળે એટલે અકકડતા વગરનું છે, અર્થાત્ ઢીલું છે. એટલે ક્રોધ, માન વિગેરેમાં મસ્ત બનેલાઓનાં શરીર જેમ કડકાઈ ધારણ કરનારાં હોય છે, તેમ આપનામાં એ ક્રોધ-માનાદિ વિકારે ન હોવાને લીધે આપનું શરીર અકડાઈ વગરનું છે. જિનમૂર્તિમાં શાંતિદષ્ટિનું મહત્વ
વળી જગતમાં ચક્ષુ આખા શરીરના બનાવોનું મીટર એટલે માપયંત્ર છે.
હર્ષવાળાની-શેકવાળાની, સુખીની-દુ:ખીની, કોલીની-માની વિગેરેની દૃષ્ટિએ જુદા જુદા સ્વરૂપમાં હોય છે એ વાત જગતથી અજાણ નથી. પરંતુ હે જિનેશ્વર મહારાજ! તમારી બને દષ્ટિએ માત્ર ધ્યાનમાં રહેલા મનુષ્યની માફક માત્ર નાસિકા ઉપર રહેલી છે, અર્થાત્ અન્ય મત વાળાઓએ પિતાને દેવોની કે અવતારની મૂતિઓ દષ્ટિથી પણ શાંતિવાળી કરી નથી.
વળી હે ભગવન્! તમારી દષ્ટિ જેમ જગતના જે ભયાદિકથી દષ્ટિમાં ચંચલતા ધારણ કરે છે, તેવી રીતે ચંચલતાને ધારણ કરનારી નથી. પરંતુ એક અદ્વિતીય સ્થિરતાને ધારણ કરનારી છે.
આવી હે ભગવન્! તમારી જે મુદ્રા છે તે તમારા દેવાધિદેવપણાને સ્પષ્ટપણે જણાવે છે, પરંતુ અન્ય મતમાં મનાયેલા પરમેશ્વરે કે દેવે આ તમારી બાહ્ય શરીરાદિકની મુદ્રા પણ શીખી શક્યા નથી, તે પછી બીજી આધ્યાત્મિક વાતે તે તેઓ શીખી શકે કયાંથી?
આ બધું કહેવાનું તત્વ જ એટલું કે ભગવાનનું જિનેશ્વર મહારાજની મૂર્તિ સિવાય અન્ય કેઈપણ મતના દેવની મૂર્તિમાં આત્મ-કલ્યાણ કે મોક્ષને અનુકૂલ એવા આકારની હાજરી પણ નથી.