________________
આગમત
કાઢનાર એવા નાકને ન બાંધતાં માત્ર મહેતું જ બાંધ્યું છે, તે પિતાનું મુખ દુનિયાને ન બતાવવું તે જ ઉચિત છે એમ ધારીને બાંધ્યું છે.
સમજદાર ગૃહસ્થ હાસ્યથી આવી રીતે બોલે છે એમ નહિ, પરંતુ શાસ્ત્રની અંત:કરણથી સાચી શ્રદ્ધા ધરાવનારા કેટલાક સ્થાનકવાસીઓના મુનિઓ પણ આવું બેલતા હોવાનું જાણું છે.
આ વાતને અત્યારે વિસ્તારથી કહેવાની જરૂર નથી, પરંતુ મુખની આકૃતિ દેખવા દ્વારા વ્યક્તિની ઓળખાણ થાય એમાં બે મત નથી. બાહ્ય આકૃતિ ગુણોને ઓળખાવનાર બને છે.
ખુદ ભગવાન મહાવીર મહારાજા કે ગૌતમસ્વામીજીને પણ જે ચતુર્વિધ સંઘ તેમની હયાતી વખતે ઓળખતા હતા, તે તેમના આત્માને જાણવા દ્વારા નહિ, કેમકે આત્મા એ અ-રૂપી દ્રવ્ય છે, માટે છસ્થ તેને જોઈ શકે નહિ. આત્મા અ-રૂપી દ્રવ્ય હેવાને લીધે તે જે ન જણાય તે પછી તેની અંદર રહેલ કેવલજ્ઞાનાદિ ગુણરૂપી ધર્મો તે જોવાય જ કયાંથી?
સામાન્યનીતિને પણ એ નિયમ છે કે “દ્રવ્ય જાણ્યા વગર ગુણેને સાક્ષાત્કાર થાય નહિ.”
એટલે સ્પષ્ટ થયું કે શ્રી તીર્થકર મહારાજ અને ગણધર મહારાજા વગેરે હયાત હોય તે પણ તેમની મુખાકૃતિ દ્વારા તેઓ ઓળખાય છે.
જગતમાં નાનાં બચ્ચાઓ પણ ગાય-વાઘ-સાપસિંહ વગેરેને જે ઓળખે છે, તે પણ તેમની આકૃતિ દ્વારા ઓળખે છે, અર્થાત્ જ્યારે નાનાં નાનાં બચ્ચાઓ પણ વસ્તુથી જુદી રહેલી આકૃતિ દ્વારા એટલે છબીઓ
અગર ચિત્રામણદ્વારા મૂલવસ્તુને ઓળખી શકે છે, તે પછી ભગવાન તીર્થકર મહારાજની આકૃતિ તેમના આદર્શ પણાને ઓળખાવવા માટે ઉપયોગી તરીકે જેઓ ન ગણે, તેઓને જગતની અવસ્થાનું મુદ્દલ ધ્યાન નથી એમ કહેવું પડે.
વળી જેઓ ઈશ્વરને માનનારા છે તે સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-કેવલ નામદ્વારા કરાતું સ્મરણ કે ભજન આલંબન વગરનું