________________
પુસ્તક ૧-લું
૪૫
આ શંકાના ઉત્તરમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી લિંક મહત્ત એ વગેરે કારિકા દ્વારા સ્પષ્ટ કહે છે કે –
ભગવાનની પ્રતિમાના મહત્પણથી ફલનું મહત્પણું નથી, તેમ તેના ન્હાનાપણથી ફલનું અલ્પપણું નથી, પરંતુ તે પ્રતિમા બનાવતી વખતે જાળવવામાં આવેલ વિધિ અને થયેલ પરિણામની વૃદ્ધિને આધારે ફલ ઉત્પન્ન થાય છે.”
આ સ્થાને એ શંકા જરૂર થશે કે જ્યારે મહેોટા અને ન્હાના એવા જિનેશ્વરનાં બિંબ કરાવવાથી કંઈપણ ફલને ફરક પડતું નથી, તે પછી અત્યંત પ્રયાસથી અને ઘણું ધન ખર્ચને મહેટા–મોટા બિંબે શા માટે ભરાવવા? અને કેમ ભરાવાયાં? અને ભરાવાય છે?
આવી શંકા કરનારે પ્રથમ સમજવું જોઈએ કે–
વૈભવ અને શક્તિને પામેલે શ્રદ્ધાળુ મનુષ્ય જે મહાન બિંબને કરે તે તેણે શક્તિ ગોપવી ન ગણાય અને ઉદારતા કરી ભાવઉલ્લાસ સફલ કર્યો એમ ગણાય.
પરંતુ જે તે વૈભવશાલી અને શક્તિસંપન્ન મનુષ્ય મહદ્ બિંબ ન બનાવડાવતાં માત્ર હાનું જ બિંબ બનાવે, તે તેણે પિતાના શક્તિ અને વૈભવ અનુસરતું ન કર્યું—એમ કહેવાય, અને તેથી તેના ભાવોલ્લાસની ખામી છે, એમ નકકી થાય, જેથી ભાલ્લાસ દ્વારા થતું ફલ તે મેળવી શકે નહિએ એકબું છે. - પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિજી જે મોટા બિંબ અને ન્હાના બિંબ બનાવવાના ફળમાં સરખાવટ કહી છે, તેનું તાત્પર્ય એ છે કે-“વૈભવ અને શક્તિસંપન્ન મનુષ્ય પાંચસે ધનુષ્ય જેટલા પ્રમાણવાળા મોટા બિબે ભરાવીને જે ફલ મેળવી શકે, તે ફલ ભાલ્લાસને ધરાવવાવાળો જે વિભવ અને શક્તિથી હીન હોય તે ન્હાની ન્હાની પ્રતિમા ભરાવવામાં પણ મેળવી શકે.”