________________
આગમત ઉપરની બધી હકીકત યાત્રિકગણનો નેતા જયારે બબર સમજે છે, ત્યારે અદ્વિતીય-ભક્તિથી સ્થાને-સ્થાને ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાનાં દર્શન-પૂજન આદિ બનવાના છે, એમ ધારી પોતાના આત્માને યાત્રિકગણને નેતા બનાવવાને તૈયાર થાય છે. યાત્રિકગણને નેતા કે?
યાત્રિકગણને નેતા સ્પષ્ટ રીતે સમજી શકે છે કે – ગણધર્મહાસ કરેલા શ્રીઆવશ્યક સૂત્રમાં ( સ-વાય) એક અહિંત અને સર્વ અરિહંતના વંદન-પૂજન-સત્કાર અને સામાનનું ફલ ઈચ્છવા માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે અને તે કાત્સર્ગમાં ભવાંતર ધર્મની પ્રાપ્તિ અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ થવાનું જણાવવામાં આવે છે,
તેથીજ સ્થાનકવાસી લેકેએ પોતે શ્રી આવશ્યક સૂત્ર જુદું કલ્પી કાઢયું લાગે છે, કેમકે તેમની માન્યતા પ્રમાણેના પાઠવાળી શ્રી આવશ્યકસૂત્રની પ્રત તે સ્થાનકવાસીઓની ઉત્પત્તિ પહેલાની કેઈપણ જગે પર છે નહિ, અને છે એમ તેઓ પણ કહી શકતા નથી,
ગણધર મહારાજના કરેલા શ્રી આવશ્યકસૂત્રના આધારે ભગવાનની પ્રતિમાની પૂજાનું ફલ સામાયિકમાં પણ ઈચ્છવા લાયક છે, તે પછી અ-સામાયિક અવસ્થામાં સમ્યગ્દષ્ટિને ધારણ કરવાવાળે જૈન તે ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજ્યતા માટે સતત તૈયાર રહે અને એવી લાગલાગટ સ્થાને-સ્થાને રહેલી ભગવાન અરિહંતની પ્રતિમાદિની પૂજા વિગેરેને લાભ યાત્રિક-ગણને નેતા બનવાથી મને ડગલે-પગલે સાંપડશે, એમ ધારી તે યાત્રિક ગણને નેતા, બનવા તૈયાર થાય.