________________
પુસ્તક ૧-લુ
જે અનેક પ્રકારને આરંભ છતાં પણ દીક્ષાના વરઘોડામાં નુકશાન નથી, તે પછી જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂજામાં નુકશાન કયાંથી આવ્યું?
વળી સ્થાનકવાસી સાધુઓ મરી જાય છે, ત્યારે તેના મડદાને મોટો મહત્સવ કરે છે, તે મડદું નથી તે બેલતું કે નથી તે સચેતનતા રાખતું અને નથી તે કેઈપણ જાતના ગુણઠાણાને ધારણ કરતું! છતાં તેવા મડદાને મહત્સવ કરનારા સ્થાનકવાસીઓને સીધી દષ્ટિએ તે મડદાનાજ પૂજારી કહેવા જોઈએ, તે મડદાના મહત્સવમાં છએ કાયને આરંભ થાય છે, તે પ્રત્યક્ષસિદ્ધ છે, છતાં કેઈપણ સ્થાનકવાસીએ પોતાના સાધુના મડદાને ગામ બહાર ખાઈમાં ફેંકયું નહિં તેમજ કેઈપણ સ્થાનકવાસી સાધુએ જડ ગુણઠાણા રહિત એવા મડદાને ઓચ્છવ નહિં કરવાનું કે માંડવી નહિં કરવાનું પચ્ચખાણ કરાવ્યું નહિ.
આ ઉપરથી સુજ્ઞ મનુષ્ય જોઈ શકશે કે જેમ અનાર્યસમાજે દેવની જગા પર દયાનંદને દાખલ ર્યા, તેમ આ સ્થાનકવાસીઓ દેવને ઉઠાવીને પોતે જ ઘુસી ગયા. અતિશયોથી યુક્ત ભગવાન ભેગી કેમ નહિ?
સ્થાનકવાસી સાધુઓ પણ એટલું તે કબુલ કરશે કે તેમના માનેલા ભગવાન જ્યારે વિચરતા હતા, ત્યારે અશોકવૃક્ષાદિક આઠ પ્રાતિહાર્યો જેવીસે કલાક તેમની જોડે રહેતા હતા, તે પછી જે ભગવાન દેવતાઈ-ત્રાદ્ધિથી અને દેવતાઈ સેવાથી ખુદ હયાતીમાં ભેગી તરીકે ન ગણાયા, પણ વીતરાગ તરીકે ગણાયા, તે ભગવાનની પ્રતિમાની ચંદન, પુષ્પ, ઘરેણુ આદિથી સેવા કરતાં ભગવાન ભેગી બને છે, એવુ બેલનાર સ્થાનકવાસીઓ કેટલા ભવ સુધી જીભ વગરની એકેન્દ્રિય જાતિમાં જકડાશે, તેને હિસાબ તે જ્ઞાનીમહારાજ જાણી શકે!
આ,
૧-૪