________________
૪૦
આગમોત વિરાધનાને નામે પૂજાનો નિષેધ કેમ?
કેટલાક હુંદીયાઓ તરફથી ભગવાનની પ્રતિમાની પૂજાને અંગે એમ કહેવામાં આવે છે કે પ્રભુની પૂજા કરતાં પાણી, કુલ વિગેરેની વિરાધના થાય છે માટે તે પૂજા કરવી એગ્ય નથી. આવું કહેનારે વિચારવું જોઈએ કે ભગવાન શ્રી મહાવીર મહારાજને વાંદવા માટે શ્રેણિક મહારાજા ગયા તે વખત મહારાજા શ્રેણિકના ઘડાના પગ તળે દેડકે ચંપાઈ ગયો અને તે પછી મરી ગયે. એ હકીકત શ્રમણુ ભગવંત મહારાજ પ્રથમથી જ કેવલજ્ઞાન દ્વારા જાણતા હતા, છતાં તેઓએ શ્રેણિકને વંદન કરવા ન આવવાનું સુચવ્યું નહિ.
એટલું તે યાદ રાખવું કે ભગવાન મહાવીર મહારાજે શ્રી ગૌતમસ્વામિજીને મક્લીને મહાશતકને ફક્ત કટુક વચનનું જ આલેચનાદિ કરાવ્યું છે, તે પછી આ દેડકાનું મરણ દેખીને ભગવાન મહાવીર મહારાજા શ્રેણિક મહારાજને વંદન માટે આવવાને નિષેધ કેમ ન કરે? એટલું જ નહિં પણ દરેક શહેરોમાં ઘણા જ ઠાઠમાઠથી રાજામહારાજાઓ ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા માટે આવેલા છે. તે જણાવી આપે છે કે –
ભક્તિની મુખ્યતા આગળ સ્થાવરની જાણીતી હિંસાને સ્થાન તે અપાતું નથી, અર્થાત સ્થાવરની હિંસાને નામે ભક્તિને નિષેધ કરાતું નથી.
વળી સ્થાનકવાસીઓ પોતે સાધુઓ હામાં જાય છે તે વખતે સામાયિક-પૌષધ કરીને જતા હોય એમ બનતું નથી, તે અવિરતિ અગર દેશવિરતિવાળા ગૃહસ્થ કે જે તપેલા લેઢાના ગેળા સમાન છે તેઓની સ્લામાં જવાની પ્રવૃત્તિ હિંસામય છે એ જાહેર છે, તે કયા સ્થાનકવાસી સાધુએ શ્રાવકને પિતાની હામ નહિં આવવાનાં પચ્ચખાણ કરાવ્યાં? કયા સ્થાનકવાસી સાધુએ દીક્ષામeત્સવ નહિં કરવાનાં પચ્ચકખાણ કરાવ્યાં ?