________________
૩૫
પુસ્તક ૧-લું
આ ઉપરથી તીર્થકર મહારાજાઓને વર્ણ હોય તેના કરતાં ભિન્નવર્ણવાળી અને તીર્થકર ભગવાનનું જે શરીર પ્રમાણુ હોય તેના કરતાં ભિન્ન પ્રમાણવાળી મૂર્તિઓ માનવાથી સાધ્યસિદ્ધિ થવામાં હરકત નથી. શ્રી ઉમાસ્વાતિવાચકજી મહારાજ શું ફરમાવે છે?
આ કારણથી પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ અંગુઠા જેટલી પણ જિનેશ્વર મહારાજની મૂર્તિ બનાવવી ફલદાયક તરીકે જણાવે છે.
જૈનજનતા એ વાત તે સારી પેઠે સમજી શકે તેમ છે કે કેઈપણ તીર્થકરનું કે કોઈપણ સિદ્ધનું ઉત્સધાંગુલની અપેક્ષાએ કે આત્માગુલની અપેક્ષાએ અંગુઠા જેટલું શરીરનું પ્રમાણ હેય નહિ.
એટલે સ્પષ્ટ થયું કે જિનેશ્વર ભગવાનનું સિદ્ધ થતી વખતે જે માપ હોય તે માપની મૂર્તિ માન્ય કરવી એમ કહી શકાય નહિ.
જ્યારે ખુદ શરીરના પ્રમાણમાં પણ મૂર્તિના પ્રમાણને નિયમ ન રહે, આકારમાં પણ શરીરના પ્રમાણ સાથે મૂર્તિના આકારને નિયમ ન રહે, તે પછી વર્ણાદિકને નિયમ મૂત્તિમાં પણ જિનેશ્વર ભગવાનના વર્ણ જેવો રાખે, એવું કથન સત્યથી વેગળું કેમ નથી?
જો કે ચકવતી ભરત મહારાજાએ અષ્ટાપદતીર્થ ઉપર વસે ભગવાનની મૂર્તિઓ તેઓના વર્ણ–પ્રમાણેના ધોરણે કરેલી છે, એમાં શાસ્ત્રકારો કહે છે, છતાં પણ બીજા પ્રમાણ અને બીજા વર્ણવાળી પણ મૂર્તિઓ કરવાનું શાસ્ત્રકારો ફરમાવે છે, તેથી તથા પ્રમાણદિ વાળી મૂર્તિઓ હોય કે અન્યથા પ્રમાણદિવાળી મૂર્તિઓ હોય. તે પણ તે શાસ્ત્રાનુસારી દષ્ટિએ તે માન્ય છે.
એ અપેક્ષાએ આવશ્યકનિયંતિ આદિના અને શ્રી ઉમાસ્વાતિવાચકજી આદિના વચને પરસ્પર અવિરેધી છે, એમ સજ્જને સહેજે સમજી શકશે.