________________
૩૪
આગમત
છે. ખુદ જિનેશ્વર ભગવાનની મૂર્તિ જ્યારે પ્રાપ્ત થતી સિદ્ધદશાને અનુસરતી છે તે બીજા સિદ્ધમહારાજાઓની મૂર્તિ પણ પ્રાપ્ત થતી સિદ્ધદશાને અનુસરતી હોય તેમાં આશ્ચર્ય શું? અરિહંત અને સિદ્ધમાં તફાવત છે!
કેટલાક તરફથી એવી શંકા થશે કે ભગવાન જિનેશ્વર મહારાજ અને સામાન્યસિદ્ધ ભગવાનની મૂર્તિઓ જ્યારે સિદ્ધદશાને અનુસરતી હોય તે પછી ભગવાન અરિહંત અને ભગવાન સિદ્ધની મૂર્તિની ભિન્નતા કેવી રીતે જાણવી?
આ શંકાના સમાધાનમાં કહેવું જોઈએ કે ગજ-અશ્વ આદિ લાંછનવાળી મૂર્તિ હોય તે અરિહંતભગવાનની મૂર્તિ ગણાય, તેમ જ પંચકલ્યાણકવાળા પરિકયુક્ત કે અષ્ટપ્રાતિહાર્ય યુક્ત જે મૂર્તિ હોય તે જિનેશ્વરભગવાનની મૂર્તિ ગણાય. અને જે મૂર્તિમાં ગજ, અશ્વાદિ લાંછને ન હોય, પંચકલ્યાણકની રચના ન હોય, કે અષ્ટપ્રાતિહાર્ય ન હોય તે મૂર્તિઓ સિદ્ધભગવાનની ગણાય.
જો કે સામાન્ય સિદ્ધોને સિદ્ધ થતી વખતે પર્યકાસન અને કાર્યોત્સર્ગઆસન જ હોય એવો નિયમ નથી, કિન્તુ આમ્રકુન્જાદિઆસને પણ હોય છે, પરંતુ જિનેશ્વરમહારાજની મૂર્તિઓનાં બે આસનેને અનુસરીને જૈનધર્મની મૂર્તિઓની સ્થિતિસ્થાપકતાને માટે સામાન્ય સિદ્ધભગવાનની મૂર્તિઓમાં પણ પર્યકાસન અને કાર્યોત્સર્ગ આસન રાખવામાં આવ્યાં હોય એ ફખું દેખાય છે.
જે કે સર્વ તીર્થકરે શરીર અને મુખાદિની આકૃતિથી સરખા જ હોય એમ કહી કે મનાવી શકાય નહિ, તે પણ સકલતીર્થકર અને સિદ્ધોની આરાધના તેમની વ્યક્તિ તરીકે હોતી નથી, પરંતુ તેમના વીતરાગત્યાદિ ગુણેને અંગે હોય છે, અને તેથી સકલ તીર્થ કર અને સિદ્ધોની મૂર્તિમાં આદર્શપણું રાખવા માટે વીતરાગત્યાદિને જણાવવાવાળી આકૃતિ રાખવામાં આવે છે.