________________
પુસ્તક ૧-લું
૩૩ ચૈત્યવંદન બૃહભાષ્યમાં શ્રીશાન્તિસૂરિજી જણાવે છે કે– શ્રી જિનેશ્વર મહારાજાઓ અને આચાર્યોની દેશનામાં ગમુદ્રા જ હોય.”
ફરક એટલે જ છે કે–ભગવાન જિનેશ્વરમહારાજાઓ કલ્પાતીત હોવાથી રજોહરણ અને મુહપત્તિ ધારણ કરનારા હોતા નથી અને તેથી દેશના દેતી વખતે બંને હાથે ગમુદ્રાથી રહેલા હોય છે, પરંતુ આચાર્ય મહારાજાઓ કપાતીત ન હોવાથી તેઓને રજોહરણ અને મુખવસ્ત્રિકા રાખવાની હોય છે અને તેથી તે આચાર્ય મહારાજાઓને ગમુદ્રાથી હાથ રાખવાને નથી હોતો, પરંતુ મુખવસ્ત્રિકા મુખ આગળ રાખવાની હોવાથી તે ગમુદ્રામાં અપવાદ થાય છે.
કેટલાકના કહેવા પ્રમાણે જે આચાર્યોને દેશનાની વખતે મુખવસ્ત્રિકા મુખે બાંધવાની હોત તે ગમુદ્રામાં અપવાદ ધરવાની જરૂર નહતી. કેમકે ગમુદ્રા બે હાથથી જ કરવાની છે અને જે આખા શરીરને અંગે વિચાર કરીએ તે કપડો અને ચેલપટ્ટાને પણ ફરક જણાવ પડે. કેમકે ધર્મના ઉપદેશ કરનારા આચાર્યો જિનકલ્પી કે પરિહારકલ્પી તે હાય નહિ, પરંતુ સ્થવિર કલ્પી હોય, અને તેઓ કપડા અને ચેલપટ્ટાને ધારણ કરનારા જ હોય અને દેશનાની વખતે કપડે અને ચલપટ્ટો જરૂર હોય, એ વાત સર્વ–સુજ્ઞને માનવી પડે તેમ છે.
એટલે આખા શરીરના અંગેને ફરક જણાવવાનું નથી, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજાની બે હાથથી થતી એવી જે ગમુદ્રા જણાવી છે, તેને અપવાદમાં મુહપત્તિનું ધારણ લીધું છે, તેથી કેવળ હાથથી જ મુહપતિ ધારણ કરવાનું રહે છે એ હેજે સમજાય તેમ છે.
ચાલુ પ્રકરણમાં માત્ર એટલું જ કહેવાનું કે જિનેશ્વર મહારાજાઓની વર્તમાન મૂર્તિ સમવસરણની અવસ્થાને અનુસરતી નથી, પરંતુ તેઓશ્રીની સિદ્ધદશાને અનુસરતી