________________
૧૮
આગમત
માટે સમસ્ત શ્રુતજ્ઞાન પ્રવાહ ગુરૂપરંપરાએ શ્રવણને આધારે પ્રવર્તી શકે, અને તેથી તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે, તેમાં આશ્ચર્ય નથી.
જૈનેના આ શ્રુતજ્ઞાનના પ્રકાશનને માટે વપરાયેલે આ શ્રતિ શબ્દ દેખીને પુસ્તકમાં રૂઢ થઈ શકે એવા પણ સામાન્યસૂત્રને લૌકિકમાર્ગવાળાઓએ પ્રતિ શબ્દથી જાહેર કરેલાં છે.
ધ્યાન રાખવું કે શ્રતિ શબ્દ વેદ માનનારાઓના માનેલા અમુક શ્રુતને લાગુ કરવામાં આવે છે, અને તે શ્રુતિ સિવાયના બાકીના ભાગને સ્મૃતિ ઈતિહાસ વિગેરે ઉપનામ આપવા પડે છે અને તેને વેદાંગ રૂપે કહેવા પડે છે.
જ્યારે આ કૃતજ્ઞાન સમસ્ત શ્રુતના અવબોધમાં વ્યાપક થઈને જ રહેલું હોય છે.
શ્રુતજ્ઞાનનું પુસ્તકારૂઢપણું કેમ અને ક્યારે?
આવું શ્રુતજ્ઞાન સર્વના વચનના આધારે ગણધરમહારાજાએ ગુથેલું હતું, તે અનેક પટ્ટપરંપરા સુધી તેવીને તેવી સ્થિતિમાં પ્રવર્તુ, છતાં દુષમાકાલની સ્થિતિ જે બુદ્ધિની હાનિ કરવા રૂપ છે, તેના પ્રભાવે ઘટાડો થે શરૂ થયે, યાવત્ સાત-આઠ પાટ થતાં તે દશમું પૂર્વ પણ વ્યુચ્છેદ થવાને વખત આવ્યે, અને ત્યાર પછી સાડી ચાર વર્ષ જેવા ટુંક સમયમાં એક પૂર્વ જેવા જ્ઞાનને પણ પ્રવાહ રહેવાને વખત રહ્યો નહિ, અને તેવી વિસ્મરણદશાને અંગે વીરમહારાજ પછી નવસેએંશી અગર નવશેત્રાણું વર્ષે શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણ વગેરે સમસ્ત આચાર્યોએ એકત્ર થઈ શ્રીવલ્લભીપુરની અંદર સિદ્ધાન્તને પુસ્તકારૂઢ કર્યો.
જેવી રીતે “સિદ્ધાન્તને પુસ્તકારૂઢ કર્યો” એ વાક્યથી સમસ્તશાસ્ત્રો પુસ્તકે ઉપર લખ્યાં એ અર્થ થાય છે, તેવી જ રીતે એ પણ વાત