________________
આગમત એવું દેખનાર અને જાણનારે મનુષ્ય યાત્રિકગણુને નેતા બને, અને સર્વક્ષેત્રના આધારભૂત જ્ઞાનને પિષના થાય એમ ધારી ધર્મિષ્ઠ વિભવ સંપન્ન મહાપુરૂષ પોતે યાત્રિકગણને નેતા થવાનું પસંદ કરે, એ સ્વાભાવિક છે.
આવી રીતે જળે-જગે પર આગમાદિક પુસ્તકોને સંગ્રહ અનેક યાત્રિક-ગણના નેતા બનનારા ભાગ્યશાળીઓની મદદથી થતું રહે અને વૃદ્ધિ પામત રહે તે અનેક સ્થાને સાચા આગમને સંગ્રહ થવાથી નવીન મત કાઢનારા લંકાશાહ, ઢુંઢીયા અને તેરાપંથી જેવાઓને આગમરૂપી પુસ્તકના પાઠો ફેરવી જે તૂત ઉભું કરવું હોય તે થઈ શકે નહિ, તેથી તેવા કુમત પ્રવર્તાવનારાઓને આપોઆપ જુઠ્ઠા પડી ખુણામાં ભરાઈ જવું પડે, એ પ્રભાવ સ્થાપનામૃતરૂપી પુસ્તકની ભક્તિને ગણાય. માટે જૈનશાસનમાં પણ મિથ્યાત્વને પ્રચાર ન થવા દે, અને મિથ્યાત્વને ઉત્પન્ન ન થવા દેવું, તેને માટે પણ સ્થાને સ્થાને આગમાદિક પુસ્તકને સંગ્રહ અને તેના સંરક્ષણની પણ જરૂર છે.
જે કે યાત્રિકગણને નેતા બનનારે એમ સમજે છે કે સ્થાને સ્થાને પેટને પિષવા માટે લેવાતી વ્યાવહારિક કેળવણીની સંસ્થાઓને પણ પેષણ કરવાની પ્રાર્થના થતાં તેના પોષણ માટે પણ યત્કિંચિત ઉદારતા કરવી પડશે, પરંતુ તે ધર્મક્ષેત્ર નથી, પાપક્ષેત્ર છે, છતાં પણ વ્યાવહારિક રીતિએ ઉચિતતાની ખાતર તેને પણ પોષણ આપવું પડશે.
જ્ઞાનદાન કયું?
ધર્મક્ષેત્ર તરીકે કે જ્ઞાનદાન તરીકે જે કોઈપણ ગણાય છે તે માત્ર સંસારથી ઉદ્ધારના લક્ષ્યથી જીવાદિક તત્વોને જાણવાની અભિલાષાવાળાઓને જીવાદિ તત્વેનું જ્ઞાન કરાવવું અને તેના સાધને આપવાં, તે જ્ઞાનદાન કહી શકાય.