________________
પુસ્તક ૧-લું
ર૭ જેને માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે -
જ્ઞાનં વનપિલ્લેચ્ચો. વાવના-રેવાનારના
જ્ઞાનસાધના , જ્ઞાનવા તદુર શા અર્થાત્ ધર્મને નહિ જાણનારાઓને ધમ–પ્રધાન શાસ્ત્રો વંચાવવા ને કહેવા દ્વારા જે જ્ઞાન કરાવાય અને તેવાઓને જે જ્ઞાનના સાધનરૂપ પુસ્તકો વગેરે દેવાય તે જ્ઞાનદાન કહી શકાય.
જો કે આ મારા કથનથી જેઓ પેટ-પષણના ધ્યેયવાલી વ્યાવહારિક કેળવણીની સંસ્થાઓ ચલાવવા છતાં તેમાં પૈસા ઉઘરાવતાં શાનદાન અને સાધામિક વાત્સલ્ય જેવા શબ્દો વાપરી પિતાના આત્માને અને દાનવીરોને છેતરે છે, તેઓને અપ્રીતિ થવાનો સંભવ છે.
પરંતુ સત્ય સ્વરૂપને કથન અને ચિંતનાદિકને અંગે થતું અન્યનું દુઃખ શાસ્ત્રકારે કઈ પણ રીતે પાપના હેતુ તરીકે જણાવતા નથી.
માટે આ બાબતમાં હું મારા આત્માને તદ્દન નિર્દોષ માની શકું છું, એમ યાત્રિકગણને નેતા પિતાના આત્મામાં સમજી શકે તેમાં નવાઈ નથી. જ્ઞાનદાનનું અનન્ય કારણ કયું?
ઉપર જણાવેલી જ્ઞાનક્ષેત્રની પુષ્ટિ અદ્વિતીય છતાં પણ તે સ્વયંપુષ્ટ નથી, પરંતુ તેની પુષ્ટિએ મૂલ હેતુ વિચારીએ તે તે માત્ર જિનકથિતપણું છે.
આગમની જે મહત્તા જૈનશાસનમાં વ્યાપેલી છે અને જેનજનતામાં જાણીતી થયેલી છે તેને હેતુ બીજે કઈ નથી, પરંતુ તેના પ્રણેતા ત્રિલેકનાથ તીર્થકર ભગવાન છે! અને તેથી તે આગમાદિકનું મહત્ત્વ આટલું બધું છે.