________________
પ
પુસ્તક ૧-લું શ્રુતજ્ઞાનનું સંરક્ષણ કેવી રીતે?
દરેક યુગમાં જુદા-જુદા મનુષ્ય જુદા-જુદા રૂપે જૈન કે જૈનેતરે પણ જૈનધર્મને આઘાત કરવાને માટે કટિબદ્ધ થાય છે, પરંતુ તે બધાના સામર્થ્યને નિષ્ફળ બનાવી ધર્મિષ્ટ જીવોના અંતઃકરણમાં દેવ-ગુરુ અને ધર્મની આરાધના માટે સાચી જ્યોતિ જગાવનાર જે કઈ પણ હોય છે તે માત્ર સ્થાપનામૃતરૂપી પુસ્તક છે.
તેથી દરેક ધર્મ, ધમી કે ધર્મના અધિષ્ઠાતાની આરાધના કરવાને તૈયાર થયેલા ધર્મિષ્ઠોએ સ્થાપનાશ્રતરૂપી પુસ્તકને લેખન દ્વારા નવાં બનાવવાં, પ્રાચીન લિખિત પુસ્તક વગેરેને રક્ષિત કરવાં, તથા યોગ્ય વાંચનાર ગીતાર્થ મુનિરાજોને સમર્પણ કરવાં, તે માટે પોતાના દ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ અને દ્રવ્યને તેવો જે ઉપયોગ થાય તે પાપમય પરિગ્રહ છતાં પણ તેને સદુપયોગ થયો કહેવાય. શ્રતજ્ઞાનને અધિકાશે લાભ કેને!
આવી ભાવના યાત્રિક-ગણના નેતાની હોય છે, અને તેથી તે પુસ્તકદ્વારના કાર્ય તરફ પણ પિતાની લમીને સદુપયોગ કરવાનું ચૂકતે નથી. - જે કે યાત્રિકગણના નેતા થઈને સંઘયાત્રા કરવા નીકળે તે વખતે પુસ્તકોના એટલે સ્થાપનાશ્રતના ઉદ્ધારનું કાર્ય સાક્ષાતપણે એટલા બધા રૂપમાં થતું નથી, પરંતુ દરેક ગામે જ્યાં
જ્યાં પુસ્તકને લાભ લેવા માટે પાઠશાળાઓ હય, પુસ્તકાલયે હોય તેની રક્ષા અગર વૃદ્ધિને માટે જે જે તેને સંચાલક જરૂરીયાત જણાવે તે જરૂરીયાત યાત્રિકગણને નેતા પૂરી પાડે છે, અને તે દ્વારા પુસ્તકેદ્ધારનું કાર્ય સાક્ષાત્ કે પારંપરિક રીતિએ દરેક ગામે તેમના તરફથી થાય છે અને એવું કાર્ય યાત્રિકગણના નેતા બનીને નિકળેલા મહાપુરુષને જેવું લાગલગાટ અને આખે રસ્તે કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે, તેવું સદ્ભાગ્ય પિતાને ગામે અને પિતાને સ્થાને રહેલા અધિક મિલ્કતદારને પણ પ્રાપ્ત થવાને વખત આવતું નથી.
આ. ૧-૩