________________
આગમત
આ કારણથી જેઓ આગમાદિકની મહત્તાને માનવા છતાં પણ જે ત્રિલેકનાથતીર્થકર ભગવાનની મહત્તાને સમજવામાં નિષ્કલ નિવડે તે એમ કહેવું જોઈએ કે અજવાળાની મહત્તા સમજનારે સૂર્યની મહત્તા સમજવામાં નિષ્ફળ નિવડે. જેમ અજવાળાને આવિર્ભાવ સૂર્યને આધારે છે, તેવી જ રીતે સર્વક્ષેત્રમાં ધર્માદિના આધારરૂપ આગામે શ્રતજ્ઞાન છે, તેને આધાર પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાન છે,
વચન કરતાં વક્તાની મહત્તા નહિં સમજનારા મનુષ્ય જેમ દુનિયાદારીમાં લાયકાતને ધરાવનાર ગણાય નહિં, તેવી રીતે આગમશાસ્ત્ર અને ગ્રંથની મહત્તા માનવાવાળા છતાં પણ જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મહત્તાને ન માને અને ન સમજે તે જૈનજનતામાં ગણવા માટેની પણ તેની લાયકાત રહે નહિ; ,
કે કેટલાકે આગમના પ્રણેતા તરીકે તીર્થકર ભગવાનને માનીને તેમની તરફ નમસ્કારઆદિ-દ્વારા બહુમાન કરવામાં તૈયાર રહે છે, પરંતુ તેઓ વર્તમાનકાલમાં જમા થfrદંતા આદિદ્વારા પણ જે અરિહંત ભગવાનને નમસ્કાર કરે છે, તે કેવલ આકાશમાં માથું હલાવવાનું છે,
આટલા માટે આચાર્ય મહારાજ શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજે “અરિહંત શબ્દથી અરિહંતના આકારવાળી સ્થાપના ગણું છે, અને તેને નમસ્કાર થયે” એમ જણાવ્યું છે. નમો ઝfrદંતાળ બોલવાનું તાત્પર્ય શું? - સામાન્ય રીતે જગતમાં પણ જે વસ્તુ અને જે મનુષ્યને યાદ કરીએ છીએ તે વસ્તુ કે મનુષ્યને આકાર મગજમાં આવ્યા વિના રહેતા નથી,