________________
પુસ્તક ૧-લું છે, અને તે વસ્તુતાએ તે વચનરૂપ હેઈને શ્રુતજ્ઞાન સ્વરૂપ છે, એટલે કાર્ય દ્વારા પરાર્થ–પ્રત્યક્ષ કે પરાર્થ–અનુમાન હો, પરંતુ સ્વરૂપદ્વારા તે વચનરૂપ-આપન્ન શ્રુતજ્ઞાન છે.
માટે એ વસ્તુ નક્કી થઈ કે સ્વ-પરનું સ્વરૂપ જણવવાને માટે શ્રુતજ્ઞાન સમર્થ છે, અને તેથી મનુષ્યને તરવાના સાધનેમાં મતિઆદિક સર્વજ્ઞાનેની ઉપયોગિતા હોય, છતાં પણ ક્ષેત્ર તરીકે જે કોઈપણ જ્ઞાન ગણવામાં આવે છે તે માત્ર શ્રુતજ્ઞાન એટલે આગમ શો છે.
તેથી શાસ્ત્રકારે પણ હુ એટલે કૃતિને ચાર અંગમાં સ્થાન આપે છે.
શાસ્ત્રને અંગે શ્રત અને શ્રતિશબ્દને જે વપરાશ પૂર્વકાળમાં અને વર્તમાનકાલમાં ચાલે છે, તેની ઉંડી તપાસ કરતાં વિવેકી મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રુતજ્ઞાનને ઘણું મોટો ભાગ અલિખિત એટલે પુસ્તકારૂઢ થયા વિનાને હોય છે, અને ગુરૂપરંપરાએ શ્રવણથી તે મળી શકે અને પૂર્વકાલમાં બધું જ્ઞાન શ્રવણથી મળતું, વળી ગણધર મહારાજે સાક્ષાત તીર્થંકર પાસેથી સાંભળેલું જ્ઞાન, માટે તેને શ્રત કહેવાય છે. શ્રત અને શ્રતિ એટલે શું? - સામાન્ય રીતે બારમા અંગના ચોથા pmત નામના ભેદમાં આવતા ચૌદ પૂર્વોનું લખાણ કરવા જતાં સેલ હજાર અને ત્રણ ત્યાશી જેટલા મહાવિદેહના હાથીઓ પ્રમાણુ શાહી જોઇએ.
એટલે કહેવું જોઈએ કે સમસ્તપૂર્વેનું, બારમા અંગનું કે સમસ્ત શ્રુતજ્ઞાનનું પુસ્તકારૂઢપણું અસંભવિત જ છે, એટલું જ નહિ, પરંતુ એક પણ પૂર્વનું પુસ્તકારૂઢપણું પણ અસંભવિત છે.