________________
૧૨
પુસ્તક ૧-૯
એટલે વર્તમાન દુષમકાળમાં ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી ન હોવાને લીધે મનુષ્યને કેઈપણ તરવાનું જે સાધન હોય તે તે માત્ર જિનાગમ છે. - આ કારણથી મહાપુરૂષોએ જણાવ્યું છે કે
એ સાતે, અત્ત શિક બ્રિા.
तित्थणाहो गुरू धम्मो, सव्वे ते बहुमणि आ॥ . . અર્થાત–આત્માના હિતની ઈચ્છાવાલાએ જે આગમને આદર કર્યો તે તે ભાગ્યશાળીએ તીર્થકર મહારાજ, ગુરૂમહારાજા અને ધર્મ એ સર્વે તેની માન્યતા કરી.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે તીર્થકર મહારાજા અને ગણધરમહારાજાની હયાતી સિવાયના વખતમાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તેનું જ્ઞાન વગેરે મેળવવાનું કેઈપણ સાધન હોય તે તે માત્ર જિનેશ્વરભગવાનનું આગમ છે.
આગમને અનુસરીને સાચા દેવ, સાચા ગુરૂ, અને સાચા ધર્મને મેળવી શકાય છે. આગમનું અન્યથાપણું હોય તે સાચા દેવ, ગુરૂ અને ધર્મને મેળવવાનું અસંભવિત થાય છે.
આ વસ્તુ વિવેકીઓ સહેલાઈથી સમજી શકે છે. '
અન્યમતવાળાઓ સાચા દેવ, ગુરૂ અને ધર્મને નથી પામી શકતા તેનું જે કઈપણ મુખ્ય કારણ હોય તે તેઓએ માનેલા આગમને અન્યથાભાવ છે. અને જૈનજનતા સાચા દેવ, સાચા ગુરૂ અને સાચા ધર્મને જાણી, માની અને આરાધી શકતી હોય તે તેનું કારણ પણ જૈન આગમનું વ્યવસ્થિતપણું છે.
તત્વષ્ટિએ વિચારીએ તે ખુદ જિનેશ્વરભગવાનરૂપી દેવતત્વની માન્યતા તેઓશ્રીની યથાર્થ તત્વવાદિતાને આધારે છે.
આ કારણથી શાસ્ત્રકારે દેવના સ્વરૂપને જણાવતાં “સરિતાર્થવાવી =” તેમાં વચનાતિશય વિગેરે વસ્તુઓને મુખ્ય સ્થાન આપે છે.