________________
પ્રસ્તાવના
આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મારા શિષ્યવર્ગે ખૂબ જ ખૂબ સહકાર આપ્યો છે. તેમજ મારાં સંસારી માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકાયુ સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી મહારાજના પરમસેવિકા શિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજીના પરિવાર રૂપ સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી આદિએ આમાં ઘણો ઘણો સહકાર આપ્યો છે. અમે જે અનેક અનેક તાડપત્રી પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તે બધી મોટા ભાગે ફોટા રૂપે છે, અથવા ઝેરોક્ષ રૂપે છે. ફોટાના ઝીણા ઝીણા અક્ષરો વાંચવા, ફોટા તથા ઝેરોક્ષ કોપીમાંથી તે તે સ્થળોના પાઠો શોધી કાઢવા એ સામાન્ય રીતે કોઇની કલ્પનામાં પણ ન આવી શકે એવું અતિ અતિ અતિ કષ્ટદાયક કામ છે. આ સાધ્વીવર્ગે મૃતભક્તિથી આવું ઘણું ઘણું કામ અત્યંત હર્ષપૂર્વક કર્યું છે. પ્રફોને વાંચવાં પણ ખૂબ શ્રમ અને ઝીણવટભરી નજર માંગી લે છે. એ કામ આ સાધ્વીજીઓએ કર્યું છે તે માટે તે ઘણા ધન્યવાદને પાત્ર છે.
આ ગ્રંથનું કોમ્યુટરથી ટાઈપ સેટીંગ આદિનું અત્યંત જટિલ કાર્ય શ્રી પાર્શ્વ કોમ્યુટર્સના અધિપતિ અમદાવાદના સુશ્રાવક અજયભાઈ ચિનુભાઈએ મોકલેલા વિમલકુમાર બિપિનચંદ્ર પટેલે કેટલીયે વાર જેસલમેર તથા હરિદ્વાર આવીને અત્યંત હર્ષપૂર્વક કર્યું છે. તે માટે તેમને ઘણા જ ધન્યવાદ છે.
- વઢવાણના વતની - હાલ મુંબઈમાં રહેતા શ્રી લક્ષ્મીચંદભાઈ અમૃતલાલ મણિયાર તરફથી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ તથા જ્ઞાનભંડારોને ભેટ આપવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સંમતિથી આ ગ્રંથની ૧૦૦ નકલો તેમણે જુદી કઢાવી છે તે માટે તેમને ઘણા ધન્યવાદ ઘટે છે.
અહીં હરિદ્વારના શ્રી ચિન્તામણિપાર્શ્વનાથ જૈનમંદિરના ટ્રસ્ટીઓ-મોતીલાલ બનારસીદાસ (દિલ્હી)ના પ્રપૌત્ર શ્રી નરેન્દ્રપ્રકાશજી, શ્રી શાંતિલાલજી (મદ્રાસ), શ્રી ભંવરલાલજી (દિલ્હી) આદિના આગ્રહથી અમારૂં જેસલમેરથી અહીં હરિદ્વારમાં આગમન થયું. અને આ મનુયોગદ્વારસૂત્ર નો બીજો વિભાગ અહીં જિનમંદિરમાં વિરાજમાન શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી ચિંતામણિપાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં તૈયાર થયો છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી અને સદ્ગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનંતશઃ પ્રણિપાતા કરીને, અહીં જિનમંદિરમાં વિરાજમાન શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં દેવ-ગુરૂકૃપાથી જ તૈયાર થયેલા આ ગ્રંથરૂપી પુષ્પને ભાવથી પ્રભુજીના કરકમળમાં અર્પણ કરીને આજે અપાર ધન્યતા અનુભવું છું.
શ્રીચિંતામણિ પાર્શ્વનાથ જૈનમંદિર,
ભાગ પાનાથ નમદિર, પૂજ્યપાદઆચાર્યદેવશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારઋષિકેશ રાજમાર્ગ, ભૂપતવાલા,
- પૂજ્યપાદ આચાર્યમહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યહરિદ્વાર, પીન-૨૪૯૪૧૦. ઉત્તરપ્રદેશ. પેજ
દા. પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી વિક્રમસં.૨૦૫૬, મહા સુદ ૮,
મુનિ જંબૂવિજય રવિવાર, ૧૩-૨-૨૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org