________________
પ્રસ્તાવના
આ દ્વિતીય વિભાગમાં તે તે ગ્રંથોમાંથી ઉદ્ભૂત કરેલા પાઠોને સમજવામાં સરળતા રહે એટલા માટે પંચમ પરિશિષ્ટમાં તે તે મૂળ ગ્રંથોનાં વિવેચનો અમે ઉદ્ભૂત કરીને આપ્યાં છે. તથા પ્રથમ વિભાગના પણ કેટલાક પાઠોનાં ટિપ્પણો પંચમ પરિશિષ્ટમાં અમે આપ્યાં છે. અભ્યાસીઓએ એ ખાસ જોવાં. આવાં જે અવતરણોનાં વિવેચનો આપ્યાં છે તેના ઉપર આ બીજા વિભાગમાં આવા # સ્વસ્તિક ચિહ્નનો નિર્દેશ કરેલો છે.
સમચતુરગ્રીકૃત લોકનું વર્ણન હીં દે. માં આવે છે. તેનો તથા તે અંગેના શ્વેતાંબર તથા દિગંબર મતભેદોનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે સાતમું તથા આઠમું પરિશિષ્ટ આપેલું છે. સાતમા પરિશિષ્ટમાં લોકપ્રકાશ આદિમાંથી પાઠો આપેલા છે. તેરાપંથી શ્રી મહેન્દ્રમુનિજી (દ્વિતીય) એ વિશ્વપ્રહેલિકા પૃ૦ ૮૮-૧૨૩ માં તથા તેના ચતુર્થપરિશિષ્ટ (પૃ. ૨૯૭-૩૦૬)માં વિસ્તારથી એ વિષે ચિંતન કર્યું છે. અણુયોાિરાડું (પ્રાશવ-જૈન વિશ્વમારતી સંસ્થાન, તાડનૈ, વાનસ્થાન,) પૃ. ૨૪૪-૨૪૯ માં પણ આ વિષે સંક્ષેપમાં ચિંતન છે. મહેન્દ્રમુનિજીની સંમતિથી વિશ્વપ્રહેલિકાનું લખાણ આઠમાં પરિશિષ્ટમાં અક્ષરશઃ અહીં લીધું છે. આ ચિંતનમાં તથ્ય કેટલું છે તે તો વિદ્વાનોએ સ્વયં શોધી કાઢવાનું છે. વિચારવા માટે એક સ્થળે સામગ્રી બધી મળી રહે એ ઉદ્દેશથી જ આઠમું પરિશિષ્ટ આપ્યું છે.
નવમા પરિશિષ્ટમાં મૂલ માત્ર કાતંત્રવ્યાકરણ તથા કાતંત્ર ધાતુપાઠ આપેલા છે. જેથી આપણા ગ્રંથોમાં ઉત્કૃત કરેલાં કાતંત્રવ્યાકરણનાં સૂત્રો તથા કાતંત્રધાતુઓનો સ્પષ્ટ ખ્યાલ આવે. આ સૂત્રોને સમજવા માટે કાતંત્રવ્યાWણ ઉપર દુર્ગસિહે રચેલી પ્રાચીનવૃત્તિ બહુ ઉપયોગી છે.
કેટલીક આકૃતિઓ આચાર્ય મહારાજશ્રી યશોદેવસૂરિજી મહારાજે કરેલા સંગ્રહણીરત્નબૃહત્સંગ્રહણી સૂત્રના ગુજરાતી અનુવાદ (આવૃત્તિ ત્રીજી) માંથી લીધેલી છે. તથા નમસ્કારમહામંત્રના પરમ ઉપાસક પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજના શિષ્ય પં.શ્રી વજસેનવિજયજી મહારાજે સંપાદિત કરેલા લોકપ્રકાશમાંથી પણ લીધેલી છે. ધન્યવાદ - અનુયોગદ્વારચૂર્ણિ, હારિભદ્રીવૃત્તિ તથા મલધારિહેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિઓના સંશોધન માટેની સામગ્રી પુણ્યવિજયજી મહારાજે સુધારેલી પ્રતિઓમાંથી અમને ઘણી મળી છે.
આ બધી સામગ્રી કાચા અથવા પાકા સ્વરૂપમાં પૂ.આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે તૈયાર કરેલી છે કે જેનો અમારા સંશોધન-સંપાદનમાં મહાન આધાર તરીકે અમે ઉપયોગ કરેલો છે. તેઓશ્રીનો સંગ્રહ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરમાં છે. આ સામગ્રીના આદ્ય સંયોજક તરીકે તેઓશ્રી જ હોવાથી અમે તેઓશ્રીનો આદ્યસંશોધક તરીકે ઉલ્લેખ કરેલો છે. મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ જૈનગ્રંથમાળાના પ્રણેતા પણ તેઓ જ છે. એટલે પુણ્યનામધેય આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજને અનેકશ: વંદન પૂર્વક હૃદયથી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org